શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગૃહ મંત્રી અમિત શાહે રાહુલ ગાંધીને આપી ચેલેન્જ, કહ્યું- સાબિત કરે CAAથી નાગરિકતા કેવી રીતે રદ થશે ?
નાગરિક્તા સંશોધન કાયદાને લઈને કોંગ્રેસ પર ફરી એક વાર ગૃહ મંત્રી અમિત શાહે નિશાન સાધ્યું હતું.
સિમલા: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક દિવસની હિમાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા. જ્યાં સરકારની ઉપલબ્ધિ પર તૈયાર કરવામાં આવેલા પુસ્તકનું વિમોચન કર્યુ હતું. નાગરિક્તા સંશોધન કાયદાને લઈને કોંગ્રેસ પર ફરી એક વાર ગૃહ મંત્રી અમિત શાહે નિશાન સાધ્યું હતું.
અમિત શાહે કહ્યું, કોંગ્રેસ પાર્ટી અફવાઓ ફેલાવી રહી છે કે આ કાયદો અલ્પસંખ્યકોની નાગરિક્તાને છીનવી લેશે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું, રાહુલ ગાંધીને ચેલેન્જ આપું છું કે આ કાયદામાં એક પણ જગ્યાએ કોઈની પણ નાગરિક્તા લેવાની જોગવાઈ હોય તો બતાવો.
અમિત શાહે રાહુલ ગાંધીને ચેલેન્જ આપતાં કહ્યું, એક્ટ વાંચીને જણાવે કે નાગરિકતા ઝુંટવવાની જોગવાઈ કયાં લખવામાં આવી છે. આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે ઈન્વેસ્ટર મીટમાં હિમાચલમાં 85,000 કરોડના એમઓયૂ સાઈન થયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો. અમિત શાહે હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરની બે વર્ષની ઉપલબ્ધિઓ પણ વર્ણવી હતી.Home Minister Amit Shah in Shimla: Congress and company are spreading rumours that this act will take away citizenship of minorities, Muslims.I challenge Rahul baba to show even one clause in the act that has provision to take away citizenship of anyone. #CitizenshipAmendmentAct pic.twitter.com/WaCStNuvQR
— ANI (@ANI) December 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion