શોધખોળ કરો

વસ્તીગણતરી માટે અમિત શાહે લોન્ચ કરી CRS એપ, જાણો ઘરે બેઠા કેવી રીતે કરી શકશો રજિસ્ટ્રેશન?

Civil Registration System: એપ અનુસાર, જો તમે 21 દિવસની અંદર રજિસ્ટ્રેશન ન કરાવી શકો તો વધારાની ફી ચૂકવવી પડશે

Civil Registration System: ગૃહમંત્રી અમિત શાહે આજે વસ્તીગણતરી ભવન ખાતે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ(Civil Registration System ) CRS એપ લોન્ચ કરી હતી. આ એપ દ્વારા કોઈપણ સામાન્ય વ્યક્તિ કોઈપણ જગ્યાએથી જન્મ અને મૃત્યુની નોંધણી કરાવી શકે છે. એપની મદદથી હવે રજીસ્ટ્રેશનનું આ કામ ઘરે બેઠા સરળતાથી કરી શકાશે. આ એપ સામાન્ય માણસને સરકારી કચેરીઓમાં જવા અને લાંબી કતારોમાં ઉભા રહેવાથી મુક્ત કરવામાં અસરકારક સાબિત થશે.

આ માટે સેન્સસ ઈન્ડિયા 2021 (Census India 2021) ના સત્તાવાર હેન્ડલ પરથી કહેવામાં આવ્યું છે કે આ એપ્લિકેશન મારફતે જન્મ અને મૃત્યુનું રજિસ્ટ્રેશન સરળતાથી થઈ જશે. પ્રક્રિયા અનુસાર, કોઈપણ વ્યક્તિએ જન્મ અથવા મૃત્યુ સંબંધિત જાણકારી અને રજિસ્ટ્રેશન બર્થ અથવા ડેથના 21 દિવસની અંદર એપ પર કરાવવું પડશે.

એપ અનુસાર, જો તમે 21 દિવસની અંદર રજિસ્ટ્રેશન ન કરાવી શકો તો વધારાની ફી ચૂકવવી પડશે. આ માટે દેશના કોઈપણ સામાન્ય માણસે 22 થી 30 દિવસની અંદર 2 રૂપિયા અને 31 દિવસથી એક વર્ષની અંદર 5 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. આ સાથે જૂના પ્રમાણપત્રો માટે 10 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે એટલે કે મહત્તમ લેટ ફી 10 રૂપિયા હશે.

આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ એપ્લિકેશન નાગરિકોને કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએથી અને તેમના રાજ્યની સત્તાવાર ભાષામાં નોંધણી કરાવવાની મંજૂરી આપે છે. આ સાથે જન્મ અને મૃત્યુની નોંધણી સરળ અને મુશ્કેલી મુક્ત બનાવવામાં આવી રહી છે.

દેશમાં વસ્તી ગણતરીની તૈયારીઓ ઝડપી કરી દેવામાં આવી છે. વસ્તી ગણતરીમાં માહિતી એકત્ર કરવા માટે મોબાઈલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે. જેના કારણે દેશની કાયદો અને વ્યવસ્થા સુધરશે અને દેશના વિકાસ માટે નવો માર્ગ મળશે.

જો કે વસ્તી ગણતરી ક્યારે શરૂ થશે અને તેનું ફોર્મેટ શું હશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. તેમજ વિપક્ષી પાર્ટીઓ સતત જાતિ ગણતરીની માંગણી કરી રહી છે, સરકારે તેના પર શું પગલા લીધા છે, આ તમામ સવાલોના જવાબ હજુ સુધી આપવામાં આવ્યા નથી.

સાયબર ક્રાઈમને લઈ  સરકારે 4 આંકડાનો હેલ્પલાઈન નંબર જાહેર કર્યો  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
''Gen Z ઈમાનદાર પેઢી, સરકારે સમયસર વાત કરી હોત તો આંદોલન આટલું આગળ ન વધત': મોહન ભાગવત
''Gen Z ઈમાનદાર પેઢી, સરકારે સમયસર વાત કરી હોત તો આંદોલન આટલું આગળ ન વધત': મોહન ભાગવત
ફ્રી UPIની સફર થશે પૂર્ણ ? નવા કાયદા બાદ તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર?
ફ્રી UPIની સફર થશે પૂર્ણ ? નવા કાયદા બાદ તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર?
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
Embed widget