(Source: ECI/ABP News/ABP Majha)
Monsoon Session: મણિપુર હિસા બાદ કેમ ન લેવામાં આવ્યું CM બિરેન સિંહનું રાજીનામું? અમિત શાહે સંસદમાં કર્યો ખુલાસો
Amit Shah Speech: બુધવારે (9 ઓગસ્ટ) લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષ પર મણિપુર હિંસા પર ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, "હું મણિપુર હિંસા પર ચર્ચા માટે તૈયાર છું.
Amit Shah Speech: બુધવારે (9 ઓગસ્ટ) લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષ પર મણિપુર હિંસા પર ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, "હું મણિપુર હિંસા પર ચર્ચા માટે તૈયાર છું. તેઓ ચર્ચા નથી ઈચ્છતા. તેઓ માત્ર વિરોધ કરવા માંગે છે. જો મારી ચર્ચાથી સંતુષ્ટ ન હોત તો PMએ નિવેદન આપવાનું પણ વિચાર્યું હોત.
અમિત શાહે કહ્યું કે, શું તમને લાગે છે કે, તમે હંગામો મચાવીને અમને ચૂપ કરાવી દેશો. મને ચૂપ નહીં કરાવી શકો. દેશના લોકોનો સહયોગ છે. હું મણિપુરમાં થયેલી હિંસક ઘટના વિશે વિગતવાર વાત કરીશ. હું વિપક્ષ સાથે સંમત છું કે મણિપુરમાં હિંસાનું તાંડવ થયું છે. આવી ઘટનાને કોઈ સ્વીકારી શકે નહીં. આ ઘટના શરમજનક છે.
અમિત શાહે બીજું શું કહ્યું?
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આ પરિસ્થિતિજન્ય હિંસા છે. હું દેશને કહેવા માંગુ છું કે દેશના વડાપ્રધાને મને સવારે 4 વાગ્યે અને બીજા દિવસે સવારે 6:30 વાગ્યે જગાડ્યો હતો. આ વિપક્ષીદળો કહી રહ્યા છે કે મોદીજી ધ્યાન નથી લઈ રહ્યા. ત્રણ દિવસ સુધી અમે અહીંથી સતત કામ કર્યું છે. 16 વીડિયો કોન્ફરન્સ કરી, 36,000 જવાન મોકલ્યા. મુખ્ય સચિવ બદલ્યા. ડીજીપી બદલ્યા. સુરક્ષા સલાહકારો મોકલવામાં આવ્યા.
A state CM needs to be changed when he is not cooperating. This CM is cooperating with the Centre: Union Home Minister Amit Shah on Manipur pic.twitter.com/qAS4rvgfk2
— ANI (@ANI) August 9, 2023
મુખ્યમંત્રી સહયોગ કરી રહ્યા છે
તેમણે કહ્યું, ભારત સરકારે મુખ્ય સચિવ અને ડીજીપીને મોકલ્યા. 3 તારીખે હિંસા થઈ અને 4મીએ બધું સમાપ્ત થઈ ગયું. તેઓ કહે છે કે શા માટે 356 (રાષ્ટ્રપતિ શાસન) લાદવામાં ન આવ્યું. 365 ત્યારે લગાવવામાં આવે છે જ્યારે રાજ્ય સરકાર હિંસા દરમિયાન સહયોગ ન કરતી હોય. રાજ્ય સરકારે અમે કરેલા ફેરફારો સ્વીકાર્યા છે. જ્યારે મદદ ન કરે ત્યારે મુખ્યમંત્રીને બદવા પડે છે, મણિપુરના મુખ્યમંત્રી મદદ કરી રહ્યા છે.
અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન પણ ચર્ચા વિશે વિચારે છે, પરંતુ જ્યારે ગૃહમંત્રીને બોલવા દેવામાં ન આવે ત્યારે તેઓ શું કરશે. તમે ચર્ચા કરવા નથી માંગતા, તમે માત્ર આક્ષેપો કરવા માંગો છો. અમારો અભિગમ 'ચાલ્યા કરે' નો નથી. મણિપુરમાં છ વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ ત્યાં કર્ફ્યુ લાદવામાં આવ્યો નથી.
મૈતાઈ અને કુકી સમાજને કરી અપીલ
શાંતિની અપીલ કરતાં ગૃહમંત્રીએ કહ્યું કે, હું મૈતેઈ અને કુકી બંને સમુદાયોને વાતચીતમાં જોડાવવાની અપીલ કરું છું, હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી. હું તમને ખાતરી આપું છું કે અમે રાજ્યમાં શાંતિ લાવીશું. પરંતુ રાજકારણ ન થવું જોઈએ.
વાયરલ વીડિયો પર શું કહ્યું?
મણિપુરમાં મહિલાઓના નગ્ન પરેડના વાયરલ વીડિયો પર અમિત શાહે કહ્યું કે, આ વિડિયો સંસદના આ સત્રની શરૂઆત પહેલા કેમ આવ્યો? જો કોઈની પાસે આ વીડિયો હતો, તો તેણે ડીજીપીને આપવો જોઈતો હતો અને તે જ દિવસે (મે. 4)) કાર્યવાહી કરવામાં આવી હોત. જે દિવસે અમને વિડિયો મળ્યો અમે તે તમામ 9 લોકોની ઓળખ કરી અને તેમની ધરપકડ કરી. હું ત્યાં (મણિપુર) 3 દિવસ રહ્યો અને આ સમયગાળા દરમિયાન અમે ઘણા નિર્ણયો લીધા.