શોધખોળ કરો

મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

રાજ્યો વચ્ચેના પાણી વિવાદોને કારણે સામાન્ય જનતા અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હતું. હવે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં વર્ષોથી પડતર નર્મદા પ્રોજેક્ટ સંબંધિત ચુકવણી વિવાદનું આજે સમાધાન થયું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્રીય ગૃહમંત્રીએ નર્મદા પ્રોજેક્ટનો વર્ષો જૂનો વિવાદ ઉકેલ્યો.
  • ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વચ્ચે ચુકવણી કરાર કરાયો.
  • સરદાર સરોવર પ્રોજેક્ટ ખર્ચ વહેંચણી મુદ્દે એક-વખતનું સમાધાન થયું.
  • અન્ય રાજ્યોના જળ વિવાદો પણ ઉકેલવા નોંધપાત્ર પ્રગતિ થઈ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યો વચ્ચે અનેક જળ વિવાદો ઉકેલ્યા છે. રાજ્યો વચ્ચેના પાણી વિવાદોને કારણે સામાન્ય જનતા અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હતું. હવે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં વર્ષોથી પડતર નર્મદા પ્રોજેક્ટ સંબંધિત ચુકવણી વિવાદનું આજે સમાધાન થયું. ગૃહમંત્રી સાથેની આજે બેઠકમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે એક કરાર થયો. મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આંતરરાજ્ય સહયોગ અને સર્વસંમતિના આધારે દાયકાઓ જૂના વિવાદોને ઉકેલવા તરફ આ કરારને એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

આ કરાર મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યો વચ્ચે સરદાર સરોવર પ્રોજેક્ટના નિર્માણ માટે ખર્ચ-વહેંચણી અંગે લાંબા સમયથી ચાલતા વિવાદોને ઉકેલવામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે, જેમાં વન ટાઈમ સેટલમેન્ટના રૂપમાં ઉકેલ લાવવામાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે નર્મદા એવોર્ડ હેઠળ બાકી ચૂકવણી અંગે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદનો આજે સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવવામાં આવ્યો છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જળ સુરક્ષાને મજબૂત બનાવવા અને જળ ક્ષેત્રમાં સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવા માટે ઘણી ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ અનેક રાજ્યોમાં ડબલ-એન્જિન સરકારોની રચનાના પરિણામે પરસ્પર સમજણમાં વધારો થયો છે, રાજકીય મુદ્દાઓમાં ઘટાડો થયો છે અને દેશમાં ઘણા વિવાદોનો ઝડપી નિરાકરણ આવ્યો છે. 

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં રાજ્યો અને આંતરરાજ્ય નદી પ્રોજેક્ટ્સ વચ્ચે પાણીની વહેંચણી સંબંધિત લાંબા સમયથી ચાલતા મુદ્દાઓને ઉકેલવા તરફ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તાજેતરમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચે કિશાઉ ડેમ પ્રોજેક્ટ સંબંધિત મુદ્દાઓને ઉકેલવા તરફ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા છે. તેવી જ રીતે રાજસ્થાન અને હરિયાણા વચ્ચે લાંબા સમયથી ચાલતા પાણી વહેંચણી વિવાદોના ઉકેલ તરફ સકારાત્મક પ્રગતિ થઈ છે. વધુમાં દેશના અન્ય ભાગોમાં ચાલી રહેલા નદી સંબંધિત વિવાદોનો પણ ભવિષ્યમાં ઉકેલ લાવવામાં આવશે.

Frequently Asked Questions

નર્મદા પ્રોજેક્ટ સંબંધિત કયો વિવાદ આજે ઉકેલવામાં આવ્યો?

સરદાર સરોવર પ્રોજેક્ટના નિર્માણ માટે ખર્ચ-વહેંચણી અંગે લાંબા સમયથી ચાલતા વિવાદનું વન ટાઈમ સેટલમેન્ટના રૂપમાં સમાધાન થયું.

નર્મદા પ્રોજેક્ટ પરના કરારમાં કયા રાજ્યો સામેલ હતા અને કોણે મધ્યસ્થી કરી?

આ કરાર મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યો વચ્ચે થયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આ વિવાદ ઉકેલાયો.

આ કરારને શા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે?

આ કરાર દાયકાઓ જૂના આંતરરાજ્ય પાણી વિવાદોને ઉકેલવા તરફ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તે જળ સુરક્ષાને મજબૂત કરવા અને સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જળ વિવાદો ઉકેલવામાં શું ભૂમિકા ભજવી છે?

અમિત શાહે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યો વચ્ચે અનેક જળ વિવાદો ઉકેલ્યા છે. તેમની હાજરીમાં વર્ષોથી પડતર નર્મદા પ્રોજેક્ટ સંબંધિત વિવાદનું આજે સમાધાન થયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Embed widget