શોધખોળ કરો
Advertisement
એમ્ફાનની બંગાળમાં તબાહી, 72ના મોત બાદ મમતાએ મૃતકોના પરિવારને સહાય આપવાની કરી જાહેરાત
મમતા બેનર્જીએ કહ્યુ કે, તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમ્ફાન વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા જિલ્લાઓનો મુલાકાત લે અને તબાહ થઇ ગયેલા વિસ્તારોના પુનઃનિર્માણ માટે સહાયતા આપવા માટે આગ્રહ કર્યો છે. મમતાએ પ્રત્યેક મૃતકોના પરિવારના સભ્યોને બેથી અઢી લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં એમ્ફાન વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે. રાજ્યમાં વાવાઝોડાથી 72 લોકોના મોત થયા છે, આને લઇને હવે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનોને 2 થી 2.5 લાખ રૂપિયા આપવાની વાત કહી છે.
મમતા બેનર્જીએ કહ્યુ કે, તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમ્ફાન વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા જિલ્લાઓનો મુલાકાત લે અને તબાહ થઇ ગયેલા વિસ્તારોના પુનઃનિર્માણ માટે સહાયતા આપવા માટે આગ્રહ કર્યો છે. મમતાએ પ્રત્યેક મૃતકોના પરિવારના સભ્યોને બેથી અઢી લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે.
તેમને કહ્યું કે, અત્યાર સુધી અમને રિપોર્ટ મળ્યા છે તે પ્રમાણે રાજ્યમાં ચક્રવાત એમ્ફાનના કારણે 72 લોકોના મોત થઇ ગયા છે. બે જિલ્લા-ઉત્તરીય અને દક્ષિણ પુનઃનિર્માણ કરવા પડશે. હું કેન્દ્રને દરેક સંભવ મદદ આપવાનું આગ્રહ કરીશ.
મમતા બેનર્જીએ અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક બાદ કહ્યું કે, હું બહુજ જલ્દી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરીશ. સ્થિતિની યોગ્ય કરવા માટે કામ જલ્દી શરૂ કરાશે.
મમતાએ વધુમાં કહ્યું કે, ઉત્તરીય અને દક્ષિણી 24 પરગના અને કોલકત્તાના એક વિસ્તાર કાલે સાંજથી જ મોટા સ્તર પર વીજળી કાપનો સામનો કરી રહ્યો છે. અહીં સુધી કે ટેલિફોન અને મોબાઇલ કનેક્શનમાં પણ પરેશાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion