શોધખોળ કરો

બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો

Lok Sabha Elections 2024: અલ્લુ અર્જુન અને ધારાસભ્ય રેડ્ડી સામે નંદ્યાલા ગ્રામીણના ઉપ-તહેસીલદાર, નંદ્યાલા મતવિસ્તારના નિરીક્ષક પી. રામચંદ્ર રાવ વતી કેસ નોંધવામાં આવ્યો છે.

Lok Sabha Elections 2024 Andhra Pradesh: એક્ટર અલ્લુ અર્જુન (Allu Arjun) અને YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડી પર આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા આદર્શ આચાર સંહિતા ભંગનો કેસ કરવામાં આવ્યો છે. બંને પર ધારાસભ્યના નિવાસસ્થાને પરવાનગી વિના મોટી જાહેર સભા યોજવાનો આરોપ છે.

મળતી માહિતી મુજબ, ધારાસભ્ય રેડ્ડીએ કથિત રીતે અલ્લુ અર્જુન (Allu Arjun)ને કોઈ પણ મંજૂરી વગર સભા માટે નંદ્યાલા મતવિસ્તારમાં બોલાવ્યા હતા. આવી સ્થિતિમાં, તેને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવે છે અને ધારાસભ્ય રેડ્ડી તેમજ અલ્લુ અર્જુન (Allu Arjun) વિરુદ્ધ આચારસંહિતાના ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

FIR કોણે નોંધાવી?

અહેવાલ મુજબ, અલ્લુ અર્જુન (Allu Arjun) અને ધારાસભ્ય રેડ્ડી વિરુદ્ધ આ કેસ આંધ્ર પ્રદેશના નંદ્યાલા મતવિસ્તારમાં ચૂંટણી પર નજર રાખવા માટે નિયુક્ત નંદ્યાલા ગ્રામીણના ઉપ-તહેસીલદાર પી. રામચંદ્ર રાવ દ્વારા કેસ કરવામાં આવ્યો છે.

અલ્લુ અર્જુને કહ્યું- એક મિત્રને મળવા આવ્યો હતો

આ પહેલા શનિવારે, વિધાનસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડીને તેમના નિવાસસ્થાને વિશાળ ફેન્સની હાજરી વચ્ચે મળ્યા પછી, અલ્લુ અર્જુને સ્પષ્ટતા કરી કે તે તેના મિત્રની મદદ કરવા નંદ્યાલા આવ્યો હતો. તેઓ કોઈપણ રાજકીય પક્ષને સમર્થન કરતા નથી. તેમની મુલાકાત એક મિત્ર માટે હતી. અભિનેતા અલ્લુ અર્જુને આ મામલે એક નિવેદન જારી કરીને કહ્યું કે, "હું અહીં મારી સ્વતંત્ર ઇચ્છાથી આવ્યો છું. જો મારા કોઈ મિત્ર, પછી ભલે તે કોઈપણ ક્ષેત્રમાં હોય, મારી મદદની જરૂર હોય, તો હું આગળ આવીશ અને તેમને મદદ કરીશ. તેનો અર્થ એ નથી કે હું કોઈ રાજકીય પક્ષને સમર્થન કરું છું."

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. અહીં લોકસભાની 25 બેઠકો છે. આ તમામ 25 બેઠકો પર 13 મેના રોજ મતદાન થશે. આ ઉપરાંત અહીંની 175 વિધાનસભા બેઠકો પર પણ 13 મેના રોજ મતદાન થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Embed widget