આંધ્રપ્રદેશમાં ગુજરાતવાળી, મુખ્યપ્રધાન સિવાય આખી કેબિનેટે આપી દીધા રાજીનામા
Andhra Pradesh Cabinet dissolved : આંધ્રપ્રદેશમાં કેબિનેટનો ભંગ કરવામાં આવ્યો છે. તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે.
Andhra Pradesh : આંધ્રપ્રદેશમાં ગુજરાતવાળી થતા આંધ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આંધ્રપ્રદેશની જગન મોહન રેડ્ડી સરકારના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દેતા આખી કેબિનેટ ભંગ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મૂજબ મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી નવા મંત્રીઓની નિમણૂંક કરશે અને આ માટે મંત્રીઓના નામોની યાદી રાજ્યપાલને આપી દેવામાં આવી છે. પહેલા એવા પણ સમાચારો આવ્યાં હતા કે જૂની કેબિનેટમાંથી માત્ર ચાર મંત્રીઓને નવી કેબિનેટમાં સ્થાન મળશે.
#UPDATE | Andhra Pradesh Cabinet dissolved. After completing the final Cabinet meeting, all Ministers have submitted their resignation letters to Chief Minister YS Jagan Mohan Reddy at the State Secretariat.
— ANI (@ANI) April 7, 2022
26 જિલ્લામાંથી બનશે નવા મંત્રીઓ
સીએમ જગન બુધવારે સાંજે રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદનને મળ્યા હતા અને તેમને જાણ કરી હતી કે તેઓ તેમના કેબિનેટમાં ફેરફાર કરશે. 9 અથવા 11 એપ્રિલના રોજ શપથ ગ્રહણ કરવા માટેના નામોની અંતિમ યાદી સોંપવા મુખ્યમંત્રી આવતીકાલે ફરીથી રાજ્યપાલને મળે તેવી શક્યતા છે. નવી કેબિનેટમાં નવા રચાયેલા 26 જિલ્લાઓમાંથી દરેકનું પ્રતિનિધિત્વ હોવાની શક્યતા છે.
પાર્ટીમાં કોઈ વિરોધ નથી : સીએમ જગન
2019માં આંધ્ર પ્રદેશની વિધાનસસભા ચૂંટણીમાં તેમની જંગી જીત મેળવનાર જ જગન રેડ્ડીએ કહ્યું કે તેઓ 2024ની વિધાનસભા ચૂંટણી માટે તેમની વ્યૂહરચનાના ભાગ રૂપે વચગાળાની નવી ટીમ પસંદ કરશે. વિચાર દરેકને તક આપવાનો હતો અને મંત્રી તરીકે સેવા આપતા ધારાસભ્યોમાં પણ કોઈ સત્તા વિરોધી લહેર નથી.
આંધ્રમાં 16 નવા જિલ્લાઓ બન્યા
સીએમ જગન મોહન રેડ્ડીએ સોમવારે ઔપચારિક રીતે રાજ્યમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 13 નવા જિલ્લાઓ શરૂ કર્યા, આ સાથે જિલ્લાની કુલ સંખ્યા 26 થઈ ગઈ. તેમણે કહ્યું કે લોકોએ સરકારના વિકેન્દ્રિત સ્વરૂપને સ્વીકાર્યું છે અને તેની પ્રશંસા કરી છે કારણ કે યોજનાઓ સીધી તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે, અને તેને હવે જિલ્લાઓમાં વધારવામાં આવી રહી છે.