મણિપુરની અન્ય એક શરમજનક ઘટના, કાર સર્વિસ સ્ટેશનમાં કામ કરતી યુવતીને ઢસડી રૂમમાં લઇ ગયા અને ત્યારબાદ..... પ્રત્યક્ષદર્શીની વાત સાંભળી હૈયુ કંપી જશે
મણિપુરની શરમજનક ઘટના બાદ લોકોમાં ખૂબ જ રોષ છે પરંતુ આપ જાણીને ચોંકી જશો, તે જ દિવસે અન્ય એક ઘટના પણ બની હતી. જેનો ભોગ બે યુવતી બની હતી.
મણિપુરમાં બે મહિલા સાથે બર્બરતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના પણ તે જ દિવસે બની હતી જ્યારે બે મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ફેરવવામાં આવી હતી. યુવતીઓ સાથેની આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ટોળાએ પહેલા બંને યુવતીઓ પર બળાત્કાર કર્યો અને પછી હત્યા કરી નાખી. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કાંગપોકપી જિલ્લામાં બે યુવતીઓ સાથે પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેમની હત્યા કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, જે બે યુવતીઓ પર પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી, તેમની ઉંમર 21 અને 26 વર્ષની હતી. બંને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કોનુંગ મામંગ વિસ્તારમાં કાર સર્વિસ સેન્ટરમાં કામ કરતી હતા.આ સ્થળ ઘટનાથી 40 કિમી દૂર છે જ્યાં મહિલાઓની નગ્ન ફેરવવામાં આવી આવી હતી.
પોલીસના જણાવ્યાં અનુસાર કાર સર્વિસ સેન્ટરમાં કામ કરતી આ યુવતીઓ પર ટોળાએ હુમલો કર્યો હતો. એ ભીડમાં પુરુષોની સાથે સ્ત્રીઓ પણ હતી. ટોળું પહેલા આ બંને યુવતીઓને સર્વિસ સેન્ટર પાસેના એક રૂમમાં લઈ ગયું. પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું કે જેવી જ ભીડ આ યુવતીઓને રૂમમાં લઈ ગઈ, ત્યાંની લાઈટો સૌથી પહેલા બંધ થઈ ગઈ. યુવતીઓનો અવાજ બહાર ન જાય તે માટે તેમના મોઢામાં કપડું બાંધવામાં આવ્યું હતું. આ પછી કેટલાક લોકો લગભગ દોઢ કલાક સુધી યુવતીઓ સાથે રૂમમાં રહ્યા અને ત્યારબાદ આ બંને યુવતીઓને નજીકના ખેતરમાં ફેંકી દીધી. પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે જ્યારે આ યુવતીઓને રૂમની બહાર ફેંકી દેવામાં આવી ત્યારે તેમના કપડા ફાટી ગયા હતા, તેમના વાળ કપાયેલા હતા અને તેમના શરીર લોહીથી લથપથ હતા.
ઘણા દિવસો સુધી મૃતદેહની ભાળ લેવા પણ કોઇ ન હતું આવ્યું. આ ઘટના બાદ વિસ્તારમાં એટલો બધો ભય પેસી ગયો છે કે લોકો આ બંને યુવતીઓના મૃતદેહને શોધવા માટે પણ આગળ આવ્યા ન હતા. આખરે હિંમત કરીને આ ઘટનામાં જીવ ગુમાવનાર યુવતીની માતાએ આરોપીઓ સામે ઝીરો એફઆઈઆર નોંધાવી હતી.
પોલીસને આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, તેઓને આજદિન સુધી તેમના મૃતદેહ મળ્યા નથી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. મણિપુર પોલીસ હાલ લૂંટ, હત્યા, બળાત્કાર અને હુમલાના હજારો કેસોની તપાસ કરી રહી છે