NCERTના બાળકોને લઇને ચોંકાવનારો ખુલાસો, આ કારણથી સૌથી વધુ ટેન્શનમાં રહે છે વિદ્યાર્થીઓ
એનસીઇઆરટી સર્વેમાં જે વિગતો સામે આવી છે, તે ખરેખરમાં ચોંકવાનારી છે, બાળકોના મેન્ટલ હેલ્થનો સર્વેમાં કેટલીક વસ્તુઓ વધુ ભાગ ભજવે છે.
Anxiety in School Students: રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન તથા પ્રશિક્ષણ પરિષદે (NCERT) વિદ્યાર્થીઓને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે, અને બતાવ્યુ છે કે 33 ટકાથી વધુ બાળકો દબાણમાં રહે છે, એનસીઇઆરટી દ્વારા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય તથા કલ્યાણના સંબંધમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણ (NCERT Survey)માં આ માહિતી સામે આવી છે. એનસીઇઆરટીએ બતાવ્યુ કે, અભ્યાસ, પરીક્ષા અને પરિણામ (Studies, Exams and Results) સ્કૂલના વિદ્યાર્થીઓનુ મુખ્ય કારણ છે.
એનસીઇઆરટી સર્વેમાં જે વિગતો સામે આવી છે, તે ખરેખરમાં ચોંકવાનારી છે, બાળકોના મેન્ટલ હેલ્થનો સર્વેમાં કેટલીક વસ્તુઓ વધુ ભાગ ભજવે છે. આ સર્વે પરથી જાણવા મળ્યું હતું કે દેશમાં ધોરણ 6થી 12 સુધીનાં 73% બાળકો સ્કૂલલાઇફથી ખુશ છે, તો 33% બાળકો એવાં પણ છે, જેઓ આખો દિવસ દબાણમાં વિતાવે છે.
મંગળવારે NCERTના મેન્ટલ હેલ્થ સર્વનો એક રિપોર્ટ આવ્યો છે, જેમાં જાણવા મળ્યું હતું કે 29% વિદ્યાર્થીઓમાં ફોક્સની ઊણપ છે, જ્યારે 43% બાળકોનું મન ભણવામાં લાગતું નહોતું.કોરોનાના સમય દરમિયાન અને બાદમાં ઓનલાઇન ભણવામાં ધ્યાન આપ્યું હતું. ત્યારે આ સર્વ પરથી ખબર પડી હતી કે 51 ટકા બાળકોને ઓનલાઇન માધ્યમમાં ભણવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો 28 ટકા બાળક સવાલ પૂછવામાં સંકોચ અનુભવે છે. આ સર્વેમાં 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના 3.79 લાખ વિદ્યાર્થી સામેલ થયા હતા.
ચિંતા પાછળનું કારણ ભણતર, પરીક્ષા અને રિઝલ્ટસર્વેમાં સામેલ 81% બાળકોમાં ભણતર, પરીક્ષા અને રિઝલ્ટ સૌથી મોટી ચિંતાનું કારણ બતાવાયું છે. તો સર્વે પરથી એક વાત એ પણ જાણવા મળી હતી કે સર્વેમાં સામેલ વધુપડતાં બાળકો સ્કૂલલાઇફથી ખુશ હતાં. મિડલ સ્કૂલમાં જતા સ્કૂલના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યમાં ઘટાડો નોંધાયો છે.શિક્ષક દિવસે સર્વે કરવામાં આવ્યો હતોશિક્ષક મહોત્સવ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અનેક પહેલ સાથે આ સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારી પછી દેશમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવેલો આ પહેલો સર્વે છે. શિક્ષકોનું સન્માન કરવા અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ (એનઇપી) 2020 લાગુ કરવા માટે શિક્ષક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
Education Loan Information:
Calculate Education Loan EMI