(Source: ECI/ABP News/ABP Majha)
શું આપ આપના બાળકની હાઇટ વધારવા ઇચ્છો છો તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ
એક વર્ષથી માંડીને પ્યુબર્ટી સુધી પહોંચતાં દર વર્ષે 2 ઇંચ હાઇટ વધે છે. ત્યારબાદ 12થી 14 વર્ષની અંદર એટલે કે પ્યુબર્ટી સુધી પ્રતિ વર્ષ 4 ઇંચ જેટલી ઊંચાઇ વઘે છે.
Health Tips:બાળકની હાઇટ માટે બાળકનું ડાયટ, પર્યાવરણ સહિત બીજા અનેક ફેક્ટર કામ કરે છે. તેમાં સૌથી પ્રમુખ જીન પણ છે. જો કે યોગ્ય પોષણયુક્ત આહાર પણ હાઇટને વધારવામાં મદદરૂપ ચોક્કસ થાય છે.
એક વર્ષથી માંડીને પ્યુબર્ટી સુધી પહોંચતાં દર વર્ષે 2 ઇંચ હાઇટ વધે છે. ત્યારબાદ 12થી 14 વર્ષની અંદર એટલે કે પ્યુબર્ટી સુધી પ્રતિ વર્ષ 4 ઇંચ જેટલી ઊંચાઇ વઘે છે. 14 વર્ષ બાદ ઊંચાઇ વધવાની લગભગ બંધ થઇ જાય છે. જેથી બાળકની ઉંચાઇ વધારવા માટે 1થી 14 વર્ષ સુધી ધ્યાન આપવું જરૂરી છે.
પૌષ્ટિક ડાયટ
નાનાથી વયસ્ક સુધી દરેક લોકો માટે પૌષ્ટિક ડાયટ જરૂરી છે. પોષક તત્વોથી ભરપૂર 3 ભોજન અને 2 સ્નેક્સ મગજ અને શરીરના વિકાસમાં મદદરૂપ થાય છે. બાળકની પ્રોપર હાઇટ માટે સાબુત અનાજ, ડેયરી પ્રોડકટ, કઠોળને ડાયટમાં સામેલ કરો. શુગર અને પ્રોસેસ્ડ ફૂડને અવોઇડ કરો.
સપ્લીમેન્ટસને અવોઇડ કરો
પહેલા એ સુનિશ્ચિત કરો કે બાળક ડાયટમાં જ પર્યાપ્ત માત્રામાં પોષક તત્વો લઇ રહ્યું છે. આ સ્થિતિમાં સપ્લિમેન્ટસ આપવા જરૂરી નથી.. ડોક્ટરની સલાહ મુજબ જ બાળકને સપ્લીમેન્ટસ આપવા જોઇએ, બાળકને ફૂડ દ્રારા જ પોષક તત્વ આપવાનો આગ્રહ રાખો
વ્યાયમ પણ જરૂરી
બાળકને રોજ વ્યાયામની આદમ પાડવી સૌથી ઉત્તમ છે. શારિરીક રીતે એક્ટિવ રહેવાના અનેક ફાયદા છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે હાઇટ પણ વધે છે. યોગ, સ્ટ્રેચિંગ અને મેડિટેશન પણ શારિરીક અને માનસિક રીતે ફિટ રાખવામાં મદદરૂપ થાય છે.
વાંરવાર લટકવું
લટકલું બાળકની ઊંચાઇ વધારવાનો સૌથી શ્રેષ્ઠ વ્યાયામ મનાય છે. વારંવાર લટકવાની એક્સરસાઇઝ કરવાથી બાળકની ઊંચાઇ વધે છે. આ સિવાય મલસ્લને મજબૂત કરવામાં પણ મદદ મળે છે.
ગાઢ ઊંઘ જરૂરી
લોકો પોતાની જિંદગીમાં ગાઢ નિંદ્રાને હંમેશા બહુ ઓછું મહત્વ આપે છે.જેના કારણે તેમને અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. જરૂરી છે કે, આપ બાળકને સમયસર ઊંઘાડો અને જગાડો. 7થી8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.