શોધખોળ કરો

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

છત્તીસગઢના ભાજપના દિગ્ગજ નેતા અને હાલમાં ઓરિસ્સાના રાજ્યપાલ રઘુબર દાસે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

New Governor Appointments: છત્તીસગઢના ભાજપના દિગ્ગજ નેતા અને હાલમાં ઓરિસ્સાના રાજ્યપાલ રઘુબર દાસે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રઘુબર દાસે રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વીકારી લીધું છે. જ્યારે પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આરીફ મોહમ્મદ ખાનને બિહારના રાજ્યપાલ અને બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, જ્યારે મિઝોરમના રાજ્યપાલ હરિ બાબુ કાંભાપતિને ઓડિશાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. પૂર્વ આર્મી ચીફ વિજય કુમાર સિંહને મિઝોરમના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કોણ છે અજય કુમાર ભલ્લા ?

ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા વિશે વાત કરીએ, જેમને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેઓ 1984 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. તેમને 22 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અજય કુમાર ભલ્લાએ પાંચ વર્ષ સુધી એટલે કે 22 ઓગસ્ટ, 2024 સુધી ભારતના ગૃહ સચિવ તરીકે સેવા આપી છે.

આરિફ મોહમ્મદ ખાન MPLB નાબૂદ કરવાના પક્ષમાં હતા

બિહારના ગવર્નર બનેલા આરિફ મોહમ્મદ ખાનની વાત કરીએ તો તેમનો જન્મ 18 નવેમ્બર, 1951ના રોજ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં થયો હતો.  લખનૌ યુનિવર્સિટીમાંથી એલએલબી પૂર્ણ કર્યું. 2019 થી અત્યાર સુધી કેરળના રાજ્યપાલ રહી ચૂક્યા છે. શાહ બાનો કેસમાં રાજીવ ગાંધીના વલણથી નારાજ ખાને મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આટલું જ નહીં, તેઓ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પણ વિરુદ્ધ રહી ચૂક્યા છે. તેઓ 1980માં કાનપુરથી 7મી લોકસભા માટે ચૂંટાયા હતા. તેઓ ફરીથી 8મી, 9મી અને 12મી લોકસભા દરમિયાન બહરાઇચ મતવિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા.

વીકે સિંહે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં ભાગ લીધો હતો

મિઝોરમના ગવર્નર બનેલા વીકે સિંહની વાત કરીએ તો તેઓ ભૂતપૂર્વ આર્મી ચીફ છે. તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે સેનામાં પોતાના 42 વર્ષ દરમિયાન તેમણે 1971માં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. આટલું જ નહીં, તેમણે 1987માં શાંતિ સેનાના હિસ્સાના રુપમાં શ્રીલંકામાં LTTE વિરુદ્ધ પણ લડ્યા હતા. 

રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, જેઓ હિમાચલના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે

રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને 14 ફેબ્રુઆરી, 2023 ના રોજ બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેઓ નાનપણથી જ આરએસએસ સાથે જોડાયેલા રહ્યા. 1989માં ભાજપમાં જોડાયા. તેઓ ગોવામાં કેબિનેટ મંત્રી અને ગોવા વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર પણ હતા. એટલું જ નહીં, આર્લેકર હિમાચલના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
PM Modi: વડાપ્રધાન મોદી આજે સાસણમાં કરશે સિંહ દર્શન, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની બેઠકમાં આપશે હાજરી
PM Modi: વડાપ્રધાન મોદી આજે સાસણમાં કરશે સિંહ દર્શન, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની બેઠકમાં આપશે હાજરી
Watch: વિલિયમ્સનને આઉટ કર્યા બાદ વિરાટ કોહલી અક્ષર પટેલને લાગ્યો પગે, જુઓ વાયરલ વીડિયો
Watch: વિલિયમ્સનને આઉટ કર્યા બાદ વિરાટ કોહલી અક્ષર પટેલને લાગ્યો પગે, જુઓ વાયરલ વીડિયો
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવરChhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
PM Modi: વડાપ્રધાન મોદી આજે સાસણમાં કરશે સિંહ દર્શન, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની બેઠકમાં આપશે હાજરી
PM Modi: વડાપ્રધાન મોદી આજે સાસણમાં કરશે સિંહ દર્શન, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની બેઠકમાં આપશે હાજરી
Watch: વિલિયમ્સનને આઉટ કર્યા બાદ વિરાટ કોહલી અક્ષર પટેલને લાગ્યો પગે, જુઓ વાયરલ વીડિયો
Watch: વિલિયમ્સનને આઉટ કર્યા બાદ વિરાટ કોહલી અક્ષર પટેલને લાગ્યો પગે, જુઓ વાયરલ વીડિયો
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું
SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
Embed widget