શોધખોળ કરો
Advertisement
J&K: શોપિયામાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ ગતિવિધિ, જવાને કર્યો ગોળીબાર
નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં એક સૈન્ય કેમ્પ પર ગોળીબારના અહેવાલ છે. કહેવાય છે કે, શોપિયાના નગીશરાં વિસ્તારમાં આવેલ સેનાના રાષ્ટ્રીય રાઈફલ્સ કેમ્પ પાસે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળ્યા બાદ અહીં હાજર સુરાક્ષબળોએ ફાઈરિંગ કર્યું છે. બીજી બાજુ કોઈ આતંકી ષડયંત્રની આશંકામાં સેનાએ આ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે.
સુત્રોના મતે સેનાની 34 આરઆર કેમ્પની બહાર સેનાના જવાનોએ શંકાસ્પદ ગતિવિધી જોઈ હતી. જેથી કેમ્પ પર સુરક્ષામાં રહેલા સંતરીએ કોઈ અપ્રિય ઘટનાની આશંકા જોતા કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી સુરક્ષા ડ્યૂટી પર રહેલા જવાનોએ કેમ્પના આસપાસનો વિસ્તાર ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલા પછી સુરક્ષાદળોએ આતંકીઓ સામે ઓપરેશન ઝડપી બનાવ્યું છે. જેના કારણે સ્થાનિક આતંકવાદીઓમાં ડરનો માહોલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement