(Source: ECI/ABP News/ABP Majha)
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સીબીઆઈને નોટિસ મોકલી છે
Arvind Kejriwal News: દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સીબીઆઈને નોટિસ મોકલી છે, જેમાં તેમણે તેમની ધરપકડ અને તેમને એજન્સીની કસ્ટડીમાં મોકલવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો છે. ન્યાયાધીશ નીના બંસલ કૃષ્ણાએ કહ્યું કે કેસની આગામી સુનાવણી 17 જુલાઈએ થશે. સીએમ કેજરીવાલ તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલો રજૂ કરી હતી.
Delhi HC asks CBI to respond to CM Arvind Kejriwal's plea challenging his arrest and remand orders in excise policy 'scam' case
— Press Trust of India (@PTI_News) July 2, 2024
અરવિંદ કેજરીવાલે 1 જુલાઈ (સોમવાર)ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી અને CBIની ધરપકડને પડકારી હતી. સીબીઆઈએ 26 જૂને સીએમ કેજરીવાલની ધરપકડ કરી હતી.
સીએમ કેજરીવાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં
આ પછી કોર્ટે તેમને ત્રણ દિવસના CBI રિમાન્ડ પર મોકલી દીધા હતા. સીબીઆઈ રિમાન્ડ 29 જૂને પૂરા થતાં કોર્ટે તેને 12 જુલાઈ સુધી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. હાલ સીએમ તિહાડ જેલમાં બંધ છે.
ધરપકડ 21 માર્ચે થઈ હતી
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં લાંબી પૂછપરછ બાદ ઇડીએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. સીએમ કેજરીવાલે પણ આને કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સુરક્ષિત છે.
સુપ્રીમ કોર્ટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા
તેમની ધરપકડ બાદ 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 21 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી 2 જૂને, તેણે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું. ED કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને 20 જૂને નીચલી અદાલતે જામીન આપ્યા હતા. આ પછી ED તેની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચી હતી. દિલ્હી હાઈકોર્ટે 25 જૂને આના પર રોક લગાવી હતી. આમ આદમી પાર્ટી (AAP)એ અરવિંદ કેજરીવાલની ધરપકડને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. સંસદના વર્તમાન સત્રમાં પણ પાર્ટી આ મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહી છે.