શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમૃતસર: સ્વર્ણ મંદિરમાં સાફ વાસણોને જ ધોઈને વિવાદમાં ફસાયા સીએમ કેજરીવાલ
અમૃતસર: અડધી રાત્રે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અમૃતસરના સ્વર્ણ મંદિરમાં હતા. રાત્રે ત્રણ વાગ્યે કેજરીવાલ સ્વર્ણ મંદિરમાં માફી માગવા પહોંચ્યા હતા. ધર્મગ્રંથના અપમાન માટે ઉઠેલા વિવાદથી પીછો છોડાવવા માટે સુવર્ણ મંદિર પહોંચ્યા હતા, પણ મંદ્રમાં સાફ વાસણોને ફરી સાફ કરવાને લઈને નવા વિવાદમાં ફસાયા છે.
કેજરીવાલ દિલ્લીથી સાડા ચારસો કિમી દૂર પંજાબના અમૃતસરના સ્વર્ણ મંદિરમાં સેવા માટે પહોંચ્યા હતા.
અમૃતસરના પવિત્ર મંદિરમાં દિલ્લીના મુખ્યમંત્રીએ એક વિવાદથી પીછો છોડાવવા સેવા આપી હતી.
પણ એકમાંછી છૂટવા બીજા વિવાદમાં ફસાયા છે.
સેવા આપવા માટે કેજરીવાલે જે વાસણો સાફ કર્યા તે પહેલેથી જ સાફ હતા. એટલે કે સાફ વાસણોને ધોઈને કેજરીવાલ તેમની ભૂલની માફી માગી રહ્યા હતા.
આ પહેલા રવિવારે કેજરીવાલ જ્યારે અમૃતસર પહોંચ્યા ત્યારે ઘણા હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. કેજરીવાલ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા અને કાળા વાવટા પણ દેખાડ્યા હતા.
આ વિરોધ પાછળની કથા 3જી જુલાઈથી શરૂ થાય છે. તે દિવસે કેજરીવાલની હાજરીમાં અમૃતસરમાં પાર્ટીનું ઘોષણાપત્ર રદૂ કરવામાં આવ્યું હતું. આરોપ છે કે આશિષ ખેતાને ઘોષણાપત્રની સરખામણી ગીતા, બાઈબલ અને ગુરૂગ્રંથ સાહિબ સાથે કરી હતી.
ઘોષણાપત્ર પર સ્વર્ણ મંદિર સાથે ઝાડુ સાથે એક તસવીર અંગે પણ શીખ સંગઠનોએ તેમની ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવ્યો હતો. આવતા વર્ષે પંજાબમાં ચૂંટણી થશે. અન આ વિવાદમાં ફસાવવાને કારણે કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion