શોધખોળ કરો
Advertisement
પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થવા પર BJPના મંત્રીએ PM મોદીને ‘અભિનંદન’ પાઠવ્યા, જાણો કેમ
મધ્યપ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વાસ સારંગે પીએમ મોદીને અભિનંદન પાઠવવા પાછળનો તર્ક આપ્યો છે.
ભોપાલ: દેશમાં પેટ્રોલ અને ડીઝળની કિંમતમાં આજે સતત 11માં દિવસે વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 31 પૈસા અને ડીઝલની કિંમત 33 પૈસા વધી છે. ત્યાર બાદ હવે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 90.19 રૂપિયા અને એક લિટર ડીઝલની કિંમત 80.60 રૂપિયા પહોંચી છે. આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 13મી વખત વધી છે. દિલ્હીમાં સતત 10 દિવસમાં પેટ્રોલ 3.24 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. જ્યારે ડીઝલની કિંમત 3.49 રૂપિયા પ્રતિ લિટર વધારો થયો છે.
બીજી બાજુ મધ્ય પ્રદેશમાં ભાજપના મંત્રી વિશ્વાસ સારંગે પીએમ મોદીને પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને અભિનંદન પાઠવ્યા છે.
સૌર અને વિદ્યુત ઉર્જાને ઉપયોગનો પ્રોત્સાહન આપી રહ્યા છે મોદી- મંત્રી
મધ્યપ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વાસ સારંગે પીએમ મોદીને અભિનંદન પાઠવવા પાછળનો તર્ક આપ્યો છે. વિશ્વાસ સારંગનું માનવું છે કે, પીએમ મોદીને સૌર અને વિદ્યુત ઉર્જાનો ઉપયોગ વધારવા માટે અભિનંદન પાઠવવા જોઈએ. તેમણે કહ્યું, “મૂલ્ય વૃદ્ધિને કારણે દેશમાં ઇલેક્ટ્રિક અને સૌર ઉર્જાથી પણ વાહન ચલાવવાની સરકારની ઇચ્છા છે. પેટ્રોલ ડીઝળની કિંમત વૈશ્વિક બજાર પર નિર્ભર કરે છે, માટે આ વધારો થઈ રહ્યો છે.”
નોંધનીય છે કે, મધ્ય પ્રદેશા અનૂપુરમાં પેટ્રોલની કિંમત 100.25 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 90.35 રૂપિયા છે. દેશમાં રાજસ્થાન પેટ્રોલ પર સૌથી વધારે વેટ વસુલે છે જ્યારે બીજા નંબર પર મધ્ય પ્રદેશ આવે છે.
મધ્ય પ્દેશમાં 33 ટકાની સાથે જ 4.5 રૂપિયા પ્રતિ લિટરનો ટેક્સ અને પેટ્રોલ પર એક ટકા સેસ લગાવવામાં આવે છે. ડીઝલ પર 23 ટકા અને ત્રણ રૂપિયા પ્રતિ લિટર તથા એક ટકા સેસ લાગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement