Jan Dhan Yojana: પ્રધાનમંત્રી જન ધન યોજનાના 10 વર્ષ પૂર્ણ, નમો એપ ક્વિઝમાં ભાગ લઇ જીતો ખાસ ઇનામ
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન ધન યોજનાના દસ વર્ષ પૂર્ણ થયા છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે દેશના દરેક વર્ગને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.
Pradhan Mantri Jan Dhan Yojana: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન ધન યોજનાના દસ વર્ષ પૂર્ણ થયા છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે દેશના દરેક વર્ગને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. યોજનાના એક દાયકા પૂર્ણ થવાના વિશેષ અવસર પર ઉજવણી કરવામાં આવી રહી છે. તમે આ યોજના સંબંધિત કેટલાક સરળ પ્રશ્નોના જવાબ આપીને મોટા પુરસ્કારો જીતી શકો છો. વડાપ્રધાન મોદીએ આ યોજનાના 10 વર્ષ પૂર્ણ થવા પર ક્વિઝની જાહેરાત કરી છે. તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે.
Celebrate a decade of the transformative PM Jan Dhan Yojana - Take the Jan Dhan 10/10 Challenge!
— narendramodi_in (@narendramodi_in) August 27, 2024
Answer 10 'easy' questions and win signed books on PM @narendramodi's governance. The quiz goes LIVE on the NaMo App tomorrow, all day! pic.twitter.com/7GkPCqV0GH
તમે 10 પ્રશ્નોના જવાબ આપીને ઘણા આકર્ષક ઈનામો જીતી શકો છો
પોતાની એક્સ-પોસ્ટ પર આ અંગેની માહિતી શેર કરતા પીએમ મોદીએ લખ્યું છે કે પીએમ જન ધન યોજનાના દસ વર્ષ પૂરા થવાના અવસર પર અમે જન ધન 10/10 ચેલેન્જ લઈને આવ્યા છીએ. આ ક્વિઝમાં સહભાગીઓએ 10 સરળ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આ સવાલોના સાચા જવાબ આપનારને પીએમ મોદીએ સાઇન કરેલી બુક મળશે. આ ક્વિઝ આજે આખો દિવસ લાઇવ રહેશે.
યોજના ક્યારે શરૂ થઈ
વડાપ્રધાન મોદીએ તેમના પ્રથમ કાર્યકાળમાં 28 ઓગસ્ટ 2014ના રોજ આ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર ગરીબો અને દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવા માંગતી હતી. આ માટે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકારને ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા લોકોને સામાજિક સુરક્ષા યોજનાનો લાભ આપવા માટે મોટી મદદ મળી છે. તેના દ્વારા સરકારી યોજનાઓના પૈસા સીધા લોકોના ખાતામાં પહોંચે છે.
યોજના હેઠળ 53 કરોડથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે
યોજનાના 10 વર્ષ પૂરા થવા પર દેશમાં કુલ 53.13 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. હાલમાં દેશમાં કુલ 53.13 કરોડ જનધન ખાતા છે. તેમાં લગભગ 2.3 લાખ કરોડ રૂપિયા પડ્યા છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આમાંથી લગભગ 80 ટકા ખાતા એક્ટિવ છે. ઉપરાંત ઓગસ્ટ 2024 સુધીમાં આવા ખાતાઓની સરેરાશ બેલેન્સ વધીને 4,352 રૂપિયા થઈ જશે, જે માર્ચ 2015માં માત્ર 1,065 રૂપિયા હતી. નાણામંત્રીના જણાવ્યા અનુસાર, સરકારે આ નાણાકીય વર્ષમાં 3 કરોડ વધુ જનધન ખાતા ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમાંથી મહિલાઓના ખાતા લગભગ 55.6 ટકા (29.56 કરોડ) છે.