શોધખોળ કરો
Advertisement
દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, જોધપુર કોર્ટે આપ્યો ચૂકાદો
જોધપુરઃ આધ્યાત્મિક ગુરુ અને કથાવાચક આસારામ સગીર શિષ્યા સાથેના દુષ્કર્મમાં કેસમાં દોષી જાહેર થયા છે. તેમની સાથે તેની સેવાદાર શિલ્પી અને શરદચંદ્ર પણ દોષીને પણ કોર્ટે દોષી જાહેર કર્યા છે. જ્યારે મુખ્ય સેવાદાર શિવા અને રસોઇયો પ્રકાશને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે. હવે થોડીવારમાં સજાની પણ જાહેરાત થઇ શકે છે. જોધપુર કોર્ટના જજ મધુસૂદન શર્માની કોર્ટ ચુકાદો આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એક હજાર 667 દિવસ સુધી જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ રેપના આરોપી આસારામ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવ્યો. સગીર શિષ્યા સાથે દુષ્કર્મમાં આજે રાજસ્થાનની જોધપુર કોર્ટ ચુકાદો આપ્યો છે.
કોર્ટના નિર્ણય બાદ સ્થિતિ રામ રહીમના કેસ જેવી ના થાય અને આસારામના સમર્થક કોઈ હિંસા ન કરે માટે જોધપુરમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોધપુર જેલની બહાર પણ કડક સુરક્ષાનો બંદોબસ્ત રખાયો હતો.
જોકે, સ્થિતિને જોતા ગૃહ મંત્રાલયે ત્રણ રાજ્યોમાં એલર્ટ મોકલી દીધું હતું જેમાં રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
Advertisement