શોધખોળ કરો
Advertisement
જેટલીના અસ્થિનું ગંગામાં વિસર્જન કરવામાં આવ્યું, જુઓ તસવીરો
રવિવારે બપોરે 3 કલાકે રાજકીય સન્માન સાથે જેટલીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે હરિદ્વારમાં ગંગામાં તેમના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીનું શનિવારે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં બપોરે 12.07 કલાકે નિધન થયું હતું. રવિવારે બપોરે 3 કલાકે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજનીતિ, વકીલાત, રમત ગમત અને સામાજિક ડીવનની તમામ યાદો છોડીને તેઓ પંચતત્વમાં વિલીન થઈ ગયા હતા. તેમના પુત્ર રોહને મુખાગ્નિ આપી હતી. આજે હરિદ્વારમાં ગંગામાં તેમના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
અરૂણ જેટલીના અસ્થિ વિસર્જન દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત, કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ, સાંસજ અજય ભટ્ટ, કેબિનેટ મંત્રી મદન કૌશિક, ધન સિંહ રાવત, હરક સિંહ રાવત, નરેશ ચોહાણ, સ્વામી યતીશ્વરાનંદ, બાબા રામદેવ, વરિષ્ઠ પત્રકાર રજત શર્મા સહિત ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ જિલ્લા અધ્યક્ષ ડૉ. જયપાલ સિંહ ચૌહાણે જણાવ્યું કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. હર કી પૌડી પર તેમના પરિવારજનોએ વિસર્જન કર્યું હતું.
જેટલીના અંતિમ સંસ્કારમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ,ગૃહમંત્રી અમિત શાહ, પારીટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, રક્ષામંત્રી રાજનાથ સિંહ ઉપરાંત કોંગ્રેસ સહિત અન્ય દળોના નેતા હાજર રહ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલા અરુણ જેટલીના પાર્થિવદેહને ભાજપ હેડક્વાર્ટરમાં દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. અરુણ જેટલીના પાર્થિવદેહને સેનાના ટ્રકમાં રાજકીય સન્માનની સાથે ભાજપ હેડક્વાર્ટર પહોંચાડવામાં આવ્યો હતો. જેટલીનું લાંબી બીમારી બાદ શનિવારે સવારે દિલ્હીની એઇમ્સમાં 66 વર્ષની ઉંમરે નિધન થયું હતું.
શ્વાસ લેવાની તકલીફની ફરિયાદ બાદ અરુણ જેટલીને 9 ઓગસ્ટે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમની તબિયત સતત બગડતી રહી અને તેમને બાદમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવા પડ્યા. જેટલીનું ગુરુવારે ડાયાલિસિસ થયું હતું. નિધન બાદ જેટલીના પાર્થિવદેહને દિલ્હીના કૈલાશ કોલોની સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યું હતું. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. G-7 સમિટમાં ટ્રમ્પે એવું તે શું કહ્યું કે PM મોદીએ મારી દીધી તાળી, જાણો વિગતે બોલીવુડની આ હોટ એક્ટ્રેસે પ્રૅગનન્સિમાં મંગેતર સાથે પૂલમાં કરી મસ્તી, તસવીરો થઈ વાયરલ જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનારો બની ગયો પ્રથમ ભારતીય બોલર શેરબજારમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો શું છે કારણAshes of former Union Minister and senior BJP leader #ArunJaitley were immersed in river Ganga at Haridwar by his son Rohan, earlier today. #Uttarakhand pic.twitter.com/G2Pz97kIzO
— ANI (@ANI) August 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion