શોધખોળ કરો
Advertisement
આશુતોષનો PM મોદીને પડકાર, કહ્યુ- ઈચ્છો તો આજે કેજરીવાલની ધરપકડ કરાવી લો
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ એક વખત ફરી કેંદ્રના નરેંદ્ર મોદી સરકાર સામે મોર્ચો ખોલ્યો છે. ‘આપ’ નેતાઓની ધરપકડને કાવતરું ગણાવતા પાર્ટીના દિગ્ગજ નેતા આશુતોષે સોમવારે કહ્યું કે, કેંદ્ર પાસેથી દિલ્હી માટે હક્ક માંગવો ધર્મયુદ્ધ છે. આટલું જ નહીં, તેમને કહ્યું કે, ‘આપ’ કોઈનાથી ડરતું નથી. બીજેપી ઈચ્છે તો કાલના બદલે આજે સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ કરી શકે છે.
આશુતોષે કહ્યું, ‘આ એક ધર્મયુદ્ધ છે. મહાભારતની અંદર કૌરવો પાસેથી પાંડવો 5 ગામ માંગી રહ્યા હતા, અને અમે કહી રહ્યા છીએ કે, અમને દિલ્હી આપી દો. કામ કરવા નહીં દો તો ધર્મયુદ્ધ થશે અને ત્યારપછી આખો દેશ આપવો પડશે.’
‘આપ’ નેતાઓની ધરપકડ પર આશુતોષે કહ્યું, ગુજરાત, ગોવા, પંજાબ, હિમાચલમાં લોકો કહી રહ્યા છે કે મોદીજી તમને ફસાવી રહ્યા છે. અમે લોકોએ ઘરમાં કહી દીધી છે કે કોઈ પણ દિવસ પોલીસ આકાર આશુતોષની ધરપકડ કરી શકે છે. ગંદા આરોપો લગાવવામાં આવી શકે છે. મેં મારી પત્નીને કહી દીધું છે કે, ડરતી નહીં, મોદીજી આ ગંદી રાજનીતિના કર્તાહર્તા છે. અમે તેમનાથી ડરતા નથી. કાલના બદલે આજે સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લો.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement