શોધખોળ કરો

આસામમાં પૂરના કારણે સ્થિતિ ભયાનક, 32 જિલ્લામાં 31 લાખ લોકો પ્રભાવિત, 25નાં મોત

બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓના પૂરના પાણી 4,291 ગામોમાં પ્રવેશ્યા છે. આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે

આસામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ચિંતાજનક બની છે. પૂરના કારણે ચાર બાળકો સહિત વધુ આઠ લોકોના મોત થયા છે. આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. બીજી તરફ અન્ય આઠ લોકો ગુમ છે. ચાર લોકો હોજાઈ જિલ્લામાંથી ગુમ છે જ્યારે અન્ય ચાર બજલી, કાર્બી આંગલોંગ વેસ્ટ, કોકરાઝાર અને તામુલપુર જિલ્લામાંથી ગુમ થયા છે.  

બીજી તરફ રાજ્યના 32 જિલ્લાઓમાં લગભગ 31 લાખ લોકો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓના પૂરના પાણી 4,291 ગામોમાં પ્રવેશ્યા છે અને 66455.82 હેક્ટરમાં પાક પાણીમાં ડૂબી ગયો છે.  

બારપેટામાં જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું કે અહીંના ગ્રામીણો તેમના ઘરોમાં કિંમતી સામાન હોવાનું કહીને તેમના ઘર છોડવા તૈયાર ન હતા, પરંતુ અમે કોઈક રીતે તેમને તેમના ઘર ખાલી કરવા સમજાવવામાં સફળ થયા અને હવે અમે તેમને રાહત શિબિરોમાં લઈ જવા માટે વ્યવસ્થા કરી રહ્યા છીએ.

આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે

અધિકારીએ કહ્યું કે પૂરથી પ્રભાવિત લોકો માટે ભોજન અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા પહેલાથી જ કરવામાં આવી છે. આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે.

માહિતી અનુસાર, રાજ્યના 21 જિલ્લામાં સ્થાપિત 514 રાહત શિબિરોમાં 1.56 લાખથી વધુ અસરગ્રસ્ત લોકોએ આશ્રય લીધો છે.  નલબારીમાં પૂર પીડિતોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 3-4 દિવસથી પૂરના પાણીમાં ડૂબી રહ્યા છીએ અને અમારા ઘરો પણ ધોવાઈ ગયા છે. જિલ્લા વહીવટી તંત્રમાંથી કોઈ અમારી મદદે આવ્યું નથી. અમને ખાવાનું આપવામાં આવતું નથી, હું છેલ્લા ચાર દિવસથી ભૂખ્યો છું.

 રાહત કાર્યમાં સેનાની સાથે બચાવ ટુકડીઓ લાગી છે

બીજી તરફ, ભારતીય સેના, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, આસામ પોલીસની ફાયર અને ઇમરજન્સી સેવાઓ સહિત અર્ધ-લશ્કરી દળોએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. પૂરને કારણે સેંકડો ઘરોને અસર થઈ છે અને અનેક રસ્તાઓ, પુલો અને નહેરોને નુકસાન થયું છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Embed widget