Assembly Election 2022 Dates Live : હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ
ભારતીય ચૂંટણી પંચ આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. આજે બપોરે 3 કલાકે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે.

Background
Assembly Election 2022 Dates Live : ભારતીય ચૂંટણી પંચ આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. આજે બપોરે 3 કલાકે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે.
ડેપ્યુટી ઇલેક્શન કમિશનર 16થી 20મી ઓક્ટોબરથી ગુજરાતની મુલાકાતે છે. જિલ્લા સ્તરે ચૂંટણીની તૈયારીને આખરી સમીક્ષાનો આરંભ થયો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર 26મી સપ્ટેમ્બર ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે. 2017માં 25મી ઓક્ટોબરે ચૂંટણી જાહેર થઈ હતી. 2017માં 13 અને 17 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થયું હતું.
આથી આજે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની જ જાહેરાત થઈ શકે છે જ્યારે ગુજરાતની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા નહીંવત લાગી રહી છે. જો કે આ વખતે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી થાય તેવી ચર્ચા છે.
હિમાચલમાં 8 ડિસેમ્બરે મતગણતરી થશે
મુખ્ય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, હિમાચલમાં 17 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. હિમાચલમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 25 ઓક્ટોબર સુધી નામ પરત ખેંચી શકાશે. 27 સુધી નામાંકનની ચકાસણી કરવાની રહેશે. 29 ઓક્ટોબરે નામ પરત ખેંચી શકાશે. 12મી નવેમ્બરે મતદાન થશે, 8મી ડિસેમ્બરે મતગણતરી થશે.
હિમાચલ પ્રદેશમાં 12મી નવેમ્બેર વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન
ભારતીય ચૂંટણી પંચે આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી. આ સાથે હિમાચલ પ્રદેશમાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. હિમાચલ પ્રદેશમાં 12મી નવેમ્બેર વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન થશે. 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે.





















