શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનઃ બાડમેરમાં રામકથા દરમિયાન તોફાનથી તૂટી પડ્યો ટેન્ટ, 14 લોકોના મોત
વરસાદના કારણે ટેન્ટમાં કરન્ટ ફેલાઇ ગયો હતો જ્યારે ટેન્ટ પડતા ભાગદોડ મચી ગઇ હતી
નવી દિલ્હીઃ રાજસ્થાનના બાડમેરમાં રામકથા ચાલી રહી હતી તે દરમિયાન અચાનક તોફાન અને વરસાદના આવવાના કારણે ટેન્ટ તૂટી પડ્યો હતો. જેને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં લોકો રામકથા સાંભળી રહ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે ટેન્ટમાં કરન્ટ ફેલાઇ ગયો હતો જ્યારે ટેન્ટ પડતા ભાગદોડ મચી ગઇ હતી. વરસાદના કારણે ટેન્ટની આસપાસ ખૂબ કિચડ થયો હતો.#UPDATE: Death toll rises to 14 in the incident where a 'pandaal' collapsed in Barmer, Rajasthan. https://t.co/Pe7wcs6dsB
— ANI (@ANI) June 23, 2019
વાસ્તવમાં જિલ્લાના એક ગામમાં રામકથા ચાલી રહી હતી તે દરમિયાન અચાનક તોફાન આવવાથી મંડપ તૂટી પડ્યો હતો. તોફાન એટલું જોરદાર હતું કે, લોકોને બચવાની એક તક પણ મળી નહોતી.Collapse of a ‘Pandaal’ in Rajasthan’s Barmer is unfortunate. My thoughts are with the bereaved families and I wish the injured a quick recovery: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 23, 2019
હાલમાં રાહત-બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ટેન્ટમાં અનેક લોકો ફસાયાની આશંકા છે. લોકોને ટેન્ટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, અનેક લોકોના મોત શ્વાસ રુંધાવા અને કરંટ લાગવાના કારણે થયું છે. આ ઘટનાને લઇને મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુખ વ્યક્ત કર્યું હતું. સાથે તપાસના આદેશ પણ આપ્યા હતા. આ ઘટનાની તપાસ જોધપુર ડીસી કરશે. તે સિવાય સરકાર તરફથી દુર્ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી હતી.जसोल,बाड़मेर में राम कथा के दौरान टेंट गिरने से हुए हादसे में बड़ी संख्या में लोगों की जान जाने की जानकारी अत्यंत दुखद, दुर्भाग्यपूर्ण है।ईश्वर से दिवंगतों की आत्मा को शांति प्रदान करने,शोकाकुल परिजनों को सम्बल देने की प्रार्थना है। घायलों के शीघ्र स्वास्थ्य लाभ की कामना करता हूँ
— Ashok Gehlot (@ashokgehlot51) June 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement