Atiq Ahmed Murder: 'સુપ્રીમ કોર્ટની દેખરેખમાં અતીક-અશરફની હત્યાની થાય તપાસ', ઓવૈસીએ કહ્યુ- UPમાં બંદૂકના દમ પર ચાલી રહી છે સરકાર
ઓવૈસીએ આ ઘટનાની સખત નિંદા કરતા કહ્યું કે આ એક 'કોલ્ડ 'બ્લડેડ મર્ડર’ છે. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે.
Asaduddin Owaisi On Atiq Ahmed Murder: માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે (15 એપ્રિલ) મોડી સાંજે પ્રયાગરાજમાં પોલીસની હાજરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ઉત્તર પ્રદેશ સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. AIMIM ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, "યુપીમાં ભાજપની સરકાર કાયદાથી નહીં પરંતુ બંદૂકના દમ પર ચાલી રહી છે."
#WATCH | UP's BJP govt has a role in this. Supreme Court-monitored investigation should be done and a committee should be formed. No officer from Uttar Pradesh should be included in the committee: AIMIM chief Asaduddin Owaisi on Atiq Ahmed and Ashraf's murder in Prayagraj pic.twitter.com/DJBrME39Dl
— ANI (@ANI) April 16, 2023
ઓવૈસીએ આ ઘટનાની સખત નિંદા કરતા કહ્યું કે આ એક 'કોલ્ડ 'બ્લડેડ મર્ડર’ છે. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે. આ પછી શું જનતાને દેશના બંધારણ અને કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ રહેશે? મોટો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, આમાં યુપીની ભાજપ સરકારની ભૂમિકા છે. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ થવી જોઈએ અને સમિતિની રચના થવી જોઈએ. કમિટીમાં ઉત્તર પ્રદેશના કોઈ અધિકારીનો સમાવેશ ન કરવો જોઈએ.
બંધારણમાં વિશ્વાસ ઓછો થશે- ઓવૈસી
ઓવૈસીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે, "હું શરૂઆતથી જ કહેતો હતો કે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર કાયદા પ્રમાણે નહીં પરંતુ બંદૂકના જોરે ચાલી રહી છે. આનાથી લોકોનો બંધારણમાં વિશ્વાસ ઓછો થશે. આ ઘટનાની નિંદા કરવા માટે કોઈ શબ્દો નથી.
ફાયરિંગ કરી ધાર્મિક સૂત્રોચ્ચાર કેમ? – ઓવૈસી
ઓવૈસીએ વધુમાં કહ્યું હતું કે, "તમે ગોળી મારીને ધાર્મિક નારા કેમ લગાવી રહ્યા છો? તેઓને આતંકવાદી નહી કહો તો શું દેશભક્ત કહેશો? શું તેઓ (ભાજપ) ફૂલોના હાર પહેરાવશે? જે લોકો એન્કાઉન્ટરની ઉજવણી કરી રહ્યા છે તેઓ શરમથી ડૂબી મરે. " વાસ્તવમાં હુમલાખોરોએ જય શ્રી રામના નારા લગાવ્યા અને અતીક અહેમદ અને અશરફને એક પછી એક ગોળી મારીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.
આરોપીઓએ શું કહ્યુ?
પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ કહ્યું હતું કે અતીક અને અશરફ અમારા નિર્દોષ ભાઈઓની હત્યા કરી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓ ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે ધર્મનું કામ કર્યું છે. અન્યાયનો અંત આવ્યો. અમને કોઈ દુઃખ નથી. ભલે અમને ફાંસી આપવામાં આવે. અમે અમારું કામ કર્યું છે