Atiq Ahmed Murder: અતીક-અશરફ હત્યાકાંડમાં સૌથી મોટી કાર્યવાહી, જાણો કોના પર લેવાઇ પહેલી એક્શન
ઘટનાસ્થળ પર સતર્કતા ના રાખવા અને બેદરકારી રાખવાના મુદ્દે આ કાર્યવાહી થઇ છે. આ પહેલા મંગળવારે એસીપી એનએન સિંહની પણ બદલી કરવામાં આવી હતી
Atiq Ahmed Murder Case: યુપીમાં સૌથી વધુ ચર્ચિત કેસ અતીક-અશરફ હત્યા કેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતીક અહેમદ અને અશરફની હત્યાકાંડ કેસના ચોથા દિવસે મોટી કાર્યવાહી થઇ છે. આ મામલામાં પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાહગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ, બે સબ ઈન્સ્પેક્ટર અને બે કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાહગંજના ઈન્સ્પેક્ટર અશ્વિની સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંગળવારે SITએ SO સહિત તમામ પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરી હતી, ત્યારબાદ SITના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઘટનાસ્થળ પર સતર્કતા ના રાખવા અને બેદરકારી રાખવાના મુદ્દે આ કાર્યવાહી થઇ છે. આ પહેલા મંગળવારે એસીપી એનએન સિંહની પણ બદલી કરવામાં આવી હતી. એનએન સિંહ પર આરોપ હતો કે તેમણે કેટલાક લેન્ડ માફિયાઓ પાસેથી તેમના નજીકના લોકોના નામે બહુ ઓછા પૈસામાં જમીનની રજીસ્ટ્રી કરાવી હતી.
હત્યાકાંડ દરમિયાન ભારે પોલીસ ફૉર્સ તૈનાત હતી -
ધૂમનગંજ વિસ્તારમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ અને તેની સુરક્ષામાં તૈનાત બે ગનરોની સરેઆમ ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી, અને પછી 15 એપ્રિલે અતીક અહેમદ અને અશરફને જ્યારે પોલીસ કસ્ટડીમાં મેડિકલ ચેકઅપ માટે કૉલ્વિન હોસ્પિટલમાં લઇ જવાઇ રહ્યાં હતા તે સમયે, ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યારાઓએ બંનેને માથામાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી. બાદમાં પોલીસે ત્રણેય હુમલાખોરોને પકડી લીધા હતા. ખાસ વાત છે કે, હત્યાકાંડ સમયે ભારે પોલીસ ફોર્સ તૈનાત હતુ. આ મામલે પોલીસની ભૂમિકાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા, જે બાદ પોલીસ અધિકારીઓને સજા થશે તે નિશ્ચિત હતું.
પ્રયાગરાજના એસીપી નરસિંહ નારાયણ સિંહને પણ હટાવી દેવામાં આવ્યા છે. હવે તેને ડીજીપી હેડક્વાર્ટર સાથે જોડી દેવામાં આવ્યા છે. નરસિંહ નારાયણ સિંહ શાહગંજ અને ધુમનગંજ સ્ટેશનના એસીપી હતા. તેમની જગ્યાએ હવે 43મી કોર્પ્સ પીએસી કાનપુરના મહેન્દ્ર સિંહને પ્રયાગરાજ એસીપીના પદ પર મોકલવામાં આવ્યા છે.
Atiq Ahmed Then vs After Yogi Ji Became CM pic.twitter.com/QMnCTfqjSg
— Gems of Shorts (@Warlock_Shabby) April 13, 2023
Uttar Pradesh | Mafia-turned-politician Atiq Ahmed and his brother Ashraf Ahmed shot dead while being taken for medical in Prayagraj. pic.twitter.com/8SONlCZIm0
— ANI (@ANI) April 15, 2023
After the encounter of former MP Atiq Ahmed's son Asad and his aide, CM Yogi Adityanath took a meeting on law and order. CM Yogi praised UP STF as well as DGP, Special DG law and order and the entire team. Sanjay Prasad, Principal Secretary Home informed the CM about the… pic.twitter.com/4IzTxkLwxs
— ANI (@ANI) April 13, 2023