Attack On Red Fort: ISIએ બનાવ્યો હતો લાલ કિલ્લા પર હુમલો કરવાનો પ્લાન, દિલ્હી પોલીસની ચાર્જશીટમાં ખુલાસો
ISI Plan Exposed: દિલ્હી પોલીસે ગયા વર્ષે જહાંગીરપુરી વિસ્તારમાંથી બે આતંકીઓની ધરપકડ કરી હતી. આ બંનેને લાલ કિલ્લા પર હુમલો કરવાનું કામ મળ્યું હતું.
Delhi Police Exposed ISI Plan: દિલ્હી પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના મોટા ષડયંત્રનો ખુલાસો કર્યો છે. વર્ષ 2023ની શરૂઆતમાં દિલ્હી પોલીસે આતંકવાદીઓ નૌશાદ અને જગજીત સિંહની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ નૌશાદ અને જગજીતને દિલ્હીના લાલ કિલ્લા પર તૈનાત સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કરવાનું કામ મળ્યું હતું. આ મામલામાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 10 મેના રોજ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
આ સાથે પંજાબમાં બજરંગ દળના નેતા અને હરિદ્વારમાં સાધુઓની હત્યા કરવાની પણ યોજના બનાવવામાં આવી હતી. પંજાબમાં બજરંગ દળના નેતાની હત્યા માટે પણ બે લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા.
એક હિન્દુ છોકરાની હત્યા કરવામાં આવી હતી
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે નૌશાદ અને જગજીતે પોતાના હેન્ડલરનો વિશ્વાસ જીતવા માટે હત્યા પણ કરી હતી. બંનેએ દિલ્હીથી એક હિન્દુ છોકરા રાજાનું અપહરણ કર્યું અને તેને દિલ્હીની ભાલસ્વ ડેરીમાં લઈ ગયા. બંનેએ તેનું ગળું કાપી નાખ્યું હતું અને તેનો વીડિયો હેન્ડલરને મોકલ્યો હતો, ત્યારબાદ હેન્ડલરએ બંને પર વિશ્વાસ કર્યો હતો. રાજાના હાથ પર ભગવાન શિવનું ટેટૂ બનાવ્યું હતું.
પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતા
ધરપકડ કરાયેલા બંને શકમંદોએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ પાકિસ્તાનમાં બેઠેલા તેમના 4 હેન્ડલરના સંપર્કમાં હતા અને તેમનો હેતુ ભારતમાં આતંકી-ગેંગસ્ટર નેટવર્ક ઊભું કરવાનો હતો. બંને શકમંદોએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાનમાં નાઝીર ભટ, નાસીર ખાન, હરકત-ઉલ-અંસારના નાઝીર ખાન અને હિઝબુલ મુજાહિદ્દીનના નદીમના સંપર્કમાં હતા. આ તમામને આઈએસઆઈની સૂચના પર કામ કરવાનું કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના ચીફ ભારતના જાસૂસ તરીકે કામ કરે છે, ઈમરાન સરકારનો ધડાકો
નવી દિલ્હીઃ પાકિસ્તાને પોતાની જ જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ એટલે કે આઈએસઆઈના ચીફ રહી ચુકેલા નિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ અસદ દુર્રાનીને ભારતના જાસૂસ ગણાવ્યા છે. આ વાત ખુદ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે કહી છે. દુર્રાની ભારતની જાસૂસી સંસ્થા રો (RAW) સાથે પણ સંપર્કમાં હોવાના આરોપ લગાવ્યા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે ઇસ્લામાબાદ હાઈકોર્ટને પૂર્વ આઈએસઆઈ ચુફ દુર્રાનું નામ એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાંથી હટાવવાનો આગ્રહ કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમની પાસે પુરાવા છે કે દુર્રાની વર્ષ 2008થી ભારતીય ગુપ્તચર એજન્સીના સંપર્કમાં છે. નોંધનીય છે કે, અસદ દુર્રાની અને ભારતની જાસૂસી સંસ્થા રોના પૂર્વ ચીફ એએસ દુલ્લતે સાથે બમળીને ‘ધ સ્યાઈ ક્રોનિકલ્સ : રૉ, ISI એંડ ધ ઈલ્યોઝન ઓફ પીસ’ નામનું એક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકને કારણે વર્ષ 2018માં પાકિસ્તાની સેનાએ દુર્રાનીને સમન્સ પાઠવીને તેમના પર સૈન્ય આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. અસદ દુર્રાનીએ ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી છે કે તેનું નામ નો ફ્લાઇ લિસ્ટ અને એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાંથી હટાવવામાં આવે છે. તેઓ વિદેશ જવા માગે છે માટે સરાકરે પ્રતિબંધ હટાવી લેવો જોઈએ. પાકિસ્તાને દુર્રાનીનું નામ વર્ષ 2019માં ઈસીએલમાં સામેલ કર્યું હતું.
જોકે આ મામલે પૂર્વ ISI પ્રમુખ દુર્રાનીએ કોઈપણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે. તેણે કહ્યું કે, કોર્ટમાં કેસ ચાલે માટે તે કોઈ ટિપ્પણી નહીં કરે. ફેબ્રુઆરી મહિનામાં આ મામલે સુનાવણી શરૂ થવાના અણસાર છે.