શોધખોળ કરો
Advertisement
રામ મંદિરનો શિલાન્યાસ થઈ ચુક્યો છે, રાજીવ ગાંધીએ કર્યો છેઃ દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહે કહ્યું, ભગવાન રામ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે અને હજારો વર્ષોથી ચાલી આવતી આપણી ધાર્મિક માન્યતાઓ સાથે ચેડા ન કરો. હું
ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસના મુહૂર્તને લઈ સવાલ ઉઠાવ્યા છે. તેમણે 5 ઓગસ્ટને અશુભ મુહૂર્ત કહી પીએમ મોદીને શિલાન્યાસ ટાળવાની અપીલ કરી છે.
દિગ્વિજય સિંહે એમ પણ કહ્યું કે, રામ મંદિરનો શિલાન્યાસ થઈ ચુક્યો છે, રાજીવ ગાંધી કરી ચુક્યા છે. આ પહેલા કમલનાથે કહ્યું હતું કે રાજીવ ગાંધીએ મંદિરનું તાળું ખોલ્યું હતું.
દિગ્વિજય સિંહે કહ્યું, ભગવાન રામ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે અને હજારો વર્ષોથી ચાલી આવતી આપણી ધાર્મિક માન્યતાઓ સાથે ચેડા ન કરો. હું મોદીજીને વિનંતી કરું છું કે 5 ઓગસ્ટના અશુભ મુહૂર્તને ટાળો. સેંકડો વર્ષોના સંઘર્ષ બાદ ભગવાન રામ મંદિરના નિર્માણનો યોગ આવ્યો છે, તેને પોતાની હઠધર્મીતાના કારણે વિધ્ન આવવાથી બચાવો.
આ પહેલા દિગ્વિજયસિંહે કહ્યું હતું, આપણી આસ્થાનું કેન્દ્ર ભગવાના રામ છે. આજે સમગ્ર દેશ રામ ભરોસે ચાલી રહ્યો છે. તેથી આપણા બધાની ઈચ્છા એક ભવ્ય મંદિર અયોધ્યા રામ જન્મ ભૂમિ પર બને અને રામલલા ત્યાં બિરાજે તેવી છે. સ્વ.રાજીવ ગાંધી પણ આમ ઈચ્છતા હતા પરંતુ હાલ મંદિરનું ભૂમિપૂજન મુહૂર્ત પર નથી થઈ રહ્યું.
પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ
પીએમ મોદી 5 ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. તેમનું હેલિકોપ્ટર સવારે 11.30 કલાકે સાકેત વિશ્વવિદ્યાલય ઉતરશે. જે બાદ પીએમ મોદીનો કાફલો રામ જન્મભૂમિ માટે રવાના થશે. ભૂમિ પૂજન કાયક્રમ બે કલાકનો રહેશે. આ દરમિયાન પીએમ મોદી માત્ર બે જગ્યા હનુમાન ગઢી અને રામજન્મ ભૂમિ જશે. મોદી સૌથી પહેલા ક્યાં જશે તે નક્કી નથી. બે કલાકના કાર્યક્રમમાંથી એક કલાકનું તેમનું ભાષણ હશે. જેને ધ્યાનમાં રાખી અયોધ્યામાં અનેક જગ્યાએ સ્ક્રીન લગાવવામાં આવશે. અયોધ્યાથી ફૈઝાબાદ સુધી લાઉડસ્પીકર પણ લગાવાશે.
Unlock 3: જિમ અને યોગ સંસ્થાઓ માટે સરકારે બહાર પાડી નવી ગાઇડલાઇન, જાણો કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન
મોદી સરકારના આ દિગ્ગજ મંત્રી થયા સેલ્ફ ઓઈસોલેટ, શનિવારે અમિત શાહ સાથે કરી હતી મુલાકાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement