શોધખોળ કરો

Ayodhya Ram Mandir: અંતરિક્ષમાંથી પણ આટલું સુંદર દેખાય છે રામ મંદિર, ઇસરોએ સેટેલાઇટ તસવીર કરી શેર

આવતીકાલે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા હાલમાં એક લેટેસ્ટ તસવીરો સામે આવી છે

ISRO Released Satelite Images Of Ayodhya Ram Mandir: આવતીકાલે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા હાલમાં એક લેટેસ્ટ તસવીરો સામે આવી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સ્વદેશી ઉપગ્રહોનો ઉપયોગ કરીને અવકાશમાંથી ભવ્ય રામ મંદિરની પ્રથમ ઝલક બતાવી છે. ઈસરોએ જાહેર કરેલી તસવીરમાં કુલ 2.7 એકરમાં ફેલાયેલું રામ મંદિર સ્પષ્ટ જોઈ શકાય છે. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની આ તસવીરો ગયા વર્ષે 16 ડિસેમ્બરે લેવામાં આવી હતી. આ સેટેલાઇટ ફોટામાં દશરથ મહેલ અને સરયુ નદી સ્પષ્ટ દેખાઈ રહી છે. સાથે જ તેમાં નવિનીકરણ કરાયેલું અયોધ્યા રેલવે સ્ટેશન પણ દેખાઈ રહ્યું છે. રામ મંદિરની આ તસવીરો ભારતીય રિમોટ સેન્સિંગ સીરિઝ સેટેલાઇટ દ્વારા લેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ભારત પાસે હાલમાં અંતરિક્ષમાં 50 થી વધુ ઉપગ્રહો છે. તેમાંના કેટલાકનું રિઝૉલ્યૂશન એક મીટર કરતા ઓછું છે. આ તસવીરો હૈદરાબાદની ઈન્ડિયન સ્પેસ એજન્સીના નેશનલ રિમૉટ સેન્સિંગ સેન્ટર દ્વારા પ્રોસેસ કરવામાં આવી છે.

મંદિર નિર્માણ માટે ઇસરોનો ઉપયોગ 
મંદિરના નિર્માણ માટે ઈસરોની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભવ્ય પ્રોજેક્ટમાં એક મોટો પડકાર ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવા માટે ચોક્કસ સ્થાનની ઓળખ કરવાનો હતો. રામ મંદિર ટ્રસ્ટ ઇચ્છે છે કે મૂર્તિને 3 ફૂટ બાય 6 ફૂટની જગ્યા પર મૂકવામાં આવે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે.

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક શર્માએ મીડિયાને જણાવ્યું કે 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી રામલલ્લાનો જન્મ જ્યાં માનવામાં આવે છે તે સ્થળ પર 40 ફૂટ કાટમાળ ઢંકાઈ ગયો હતો. આ કાટમાળને હટાવવો પડ્યો અને સ્થળને સુરક્ષિત કરવું પડ્યું જેથી નવી પ્રતિમા તે જ જગ્યાએ હોય. તેમણે વધુમાં કહ્યું કે આ કહેવું જેટલું સરળ હતું, એટલું જ કરવું મુશ્કેલ હતું કારણ કે મંદિરનું નિર્માણ તેના વિધ્વંસના લગભગ ત્રણ દાયકા પછી શરૂ થયું હતું. આવી સ્થિતિમાં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ આ સમસ્યાને ઉકેલવામાં મદદ કરી.

Ayodhya Ram Mandir: અંતરિક્ષમાંથી પણ આટલું સુંદર દેખાય છે રામ મંદિર, ઇસરોએ સેટેલાઇટ તસવીર કરી શેર

જીપીએસની મદદથી કરવામાં આવી સટીક જગ્યાની ઓળખ 
આલોક શર્માએ વધુમાં જણાવ્યું હતું કે મંદિર નિર્માણ કંપની લાર્સન એન્ડ ટુબ્રોના કોન્ટ્રાક્ટરોએ મૂર્તિની ચોક્કસ જગ્યા ઓળખવા માટે સૌથી અત્યાધુનિક ડિફરન્સિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) આધારિત સુવિધાનો ઉપયોગ કર્યો હતો. જેની મદદથી લગભગ 1-3 સેમી સુધી ચોક્કસ સ્થળની ઓળખ કરવામાં આવી હતી. તેમણે મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિની સ્થાપના માટે આધાર બનાવ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget