શોધખોળ કરો
રામમંદિર ભૂમિપૂજન માટે મહેમાનોની યાદીમાં ફેરફાર, હવે 200ની જગ્યાએ 170 લોકોને આમંત્રણ
રામમંદિર માટે ભૂમિપૂજનમાં આમંત્રિત મહેમાનોની યાદીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે 170 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.

નવી દિલ્હી: અયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિર માટે ભૂમિપૂજન થવાનું છે. ત્યારે આમંત્રિત મહેમાનોની યાદીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે 170 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાજપના અનેત નેતાઓ અને સંતોના નામ મહેમાનોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ પહેલા 200 લોકોને આમંત્રણ આપવાની વાત ચાલી રહી હતી. ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી અને મુરલી મનોહર જોશીનું નામ હવે મહેમાનોની લિસ્ટમાં નથી. સૂત્રો અનુસાર બન્ને નેતાઓને આવવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. જ્યારે રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા નેતાઓ ઉમા ભારતી અને કલ્યાણ સિંહના નામ મહેમાનોની યાદીમાં છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત સંઘના દસ લોકોને ભૂમિ પૂજન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં ભૈયાજી જોશી. દત્તાત્રેય હોસબોલે, કૃષ્ણ ગોપાલ, અનિલ ઓક, નાગપુરથી વિમલ અને લખનઉથી ક્ષેત્ર પ્રચારક અનિલ કુમારને બોલાવવામાં આવ્યા છે. વિશ્વ હિંદુ પરિષદથી આલોક કુમાર, દિનેશ ચંદ્ર અને મિલિંદ સહિત 6 લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યાં છે. આ પહેલા અયોધ્યાના તમામ પાંચ ધારાસભ્યોને બોલાવવાની વાત હતી પરંતુ હવે માત્ર અયોધ્યા શહેરના ધારાસભ્ય અને મેયરને જ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. અયોધ્યામાંથી 52 સંતોને બોલાવવામાં આવી રહ્યાં છે. સંતોની યાદીમાં આ નામો સામેલ છે. પ્રણવ પંડ્યા રામાનંદાચાર્ય સંતોષી માતા હરિહરનંદ, અમરકંટક ભાસ્કર પડી, અહમદનગર શંભુનાથ મહારાજ, અમદાવાદ સોમપુરા પરિવાર, ગુજરાત યુધિષ્ઠિર લાલ મહારાજ મહારાજ, રાયપુર બાલકાનંદ ગિરી, હરિદ્વાર અમૃતાનંદમયી, કેરળ જત્થેદાર ઇકબાલસિંહ, પટના વિજયકૌશલ જી મહારાજ રામવિલાસ વેદાંતી રામશરણ જી મહારાજ જત્થેદાર હરપ્રીતસિંહ, અમૃતસર જત્થેદાર લખા સિંઘ, અમૃતસર નિર્મલ દાસ, જાલંધર દિગમ્બર ગિરી, જબલપુર પ્રેમ ગિરી, હરિદ્વાર હરિ ગિરી, હરિદ્વાર રામદેવ ગિરી, હરિદ્વાર નરેન્દ્ર ગિરી, પ્રયાગરાજ રવિન્દ્ર પુરી, હરિદ્વાર ઇકબાલ અંસારી, અયોધ્યા કિશોર કૃણાલ, પટના પૂર્ણિમા કોઠારી, કોલકાતા વાસુદેવ ગુપ્તા, અયોધ્યા
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















