શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનની વચ્ચે બાબા કેદારનાથના કપાટ ખુલ્યા, શ્રદ્ધાળુઓ ના દેખાયા-સાદગીથી કરાઇ પૂજા-અર્ચના
બાબા કેદારનાથમાં પહેલીવાર બન્યુ કે કોઇ શ્રદ્ધાળુઓની ભીડ ના દેખાઇ. પૂજા-અર્ચના દરમિયાન માત્ર પુજારી સાથે માત્ર 16 લોકો જ હજાર રહ્યાં હતા
નવી દિલ્હીઃ ભારતના પ્રસિદ્ધ યાત્રાધામ ભગવાના શિવના ધામ બાબા કેદારનાથના કપાટને આજે વિધિવત રીતે ખોલી દેવાયા છે. ઉનાળાની યાત્રા માટે આજે કપાટને સવારે 6.10 વાગે પૂજા-અર્ચના સાથે ખોલવામાં આવ્યા છે.
ખાસ વાત છે કે, બાબા કેદારનાથમાં પહેલીવાર બન્યુ કે કોઇ શ્રદ્ધાળુઓની ભીડ ના દેખાઇ. કોરોના કાળના કારણે ધામમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પુરેપુરુ ખ્યાલ રખાયુ હતુ. પૂજા-અર્ચના દરમિયાન માત્ર પુજારી સાથે માત્ર 16 લોકો જ હજાર રહ્યાં હતા.
સવારે ત્રણ વાગ્યાથી બાબા કેદારનાથ ધામના કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. ધામને ફૂલોથી સજાવીને વિધિવત રીતે પુજાએ કપાટ ખોલવાની વિધી કરી હતી. પુજારીની સાથે દેવસ્થાન બોર્ડના પ્રતિનિધિ તરીકે બીડી સિંહ હાજર રહ્યાં હતા. સાથે પોલીસ અને વહીવટી તંત્રના કેટલાક લોકો પણ હાજર રહ્યાં હતા.
કોરોના મહામારીના કારણે કેદારનાથના કપાટ ખોલવાની પરંપરાને સાદગીથી પુરી કરવામાં આવી હતી, કોઇપણ દર્શનાર્થીને કેદારનાથ જવાની અનુમતી આપવામાં આવી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion