શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનની જેમ આપણે ચીનને પાઠ ભણાવવો જોઈએ: બાબા રામદેવ
બાબા રામદેવે કહ્યું, “હિન્દી-ચીની ભાઈ ભાઈના નારા હવે બંધ થવા જોઈએ. હવે આપણે મોટા નિર્ણયો લેવા જોઈએ. જેવી રીતે પાકિસ્તાનને અંદર ઘૂસીને પાઠ ભણાવ્યો હતો, તે રીતે ચીનને પણ પાઠ ભણાવવો જોઈએ.
નવી દિલ્હી: ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ બાબા રામદેવે કહ્યું કે, ચીનનો વિકલ્પ હવે ભારતે શોધવો જોઈએ. આપણે પાકિસ્તાનની જેમ ચીનને પણ પાઠ ભણાવવું જોઈએ. એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ચીનનો સંપૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ, ત્યારેજ કંઈક થશે.
તેમણે કહ્યું કે, હાલમાં કોઈ પણ પાર્ટીનું એવું કોઈ નિવેદન ન આવવું જોઈએ જેનાથી દેશ કે દુનિયામાં ભારતનું નામ ખરાબ થાય. હું હાથ જોડીને રાજકીય પાર્ટીઓને કહ્યું છું કે, દેશના મુદ્દા પર બધાએ એકસાથે હોવું જોઈએ.
બાબા રામદેવે કહ્યું, અગાઉ જે પણ સમજૂતી થઈ હોય, હવે આરપારની લડાઈ થવી જોઈએ અને આપણા સૈનિકો ચીન સરહદ પર પણ એવી રીતે જ તૈનાત રહેવા જોઈએ જે રીતે પાકિસ્તાન સાથે સરહદ પર તૈનાત રહે છે. હવે ચીન સાથેના જૂના તમામ કરારો રદ કરી દેવા જોઈએ. તેમણે કહ્યું, હવે આપણે મોટા નિર્ણયો લેવા જોઈએ. જેવી રીતે પાકિસ્તાનને અંદર ઘૂસીને પાઠ ભણાવ્યો હતો, તે રીતે ચીનને પણ પાઠ ભણાવવો જોઈએ , મોદીજી સાથે આજે સમગ્ર દેશ છે.
બાબા રામદેવે કહ્યું, “હિન્દી-ચીની ભાઈ ભાઈના નારા હવે બંધ થવા જોઈએ. ચીન હંમેશા આપણી સાતે વિશ્વાસઘાત કર્યો છે. તે દેશમાં માનવતા નથી. આ વખતે આપણે પાછળ હટવું ન જોઈએ. ”
ઉત્તર પ્રદેશની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સમાં 52 ચીની એપ હટાવવા આદેશ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement