શોધખોળ કરો
ફેશનની દુનિયામાં પણ બાબા રામદેવની એંટ્રી, બાંગ્લાદેશ-અમેરિકાના માર્કેટમાં કરશે પોતાની પ્રોડક્ટસ લૉંચ

નવી દિલ્લી: યોગગુરૂ રામદેવ હવે ફેશન ઈંડસ્ટ્રીમાં પણ એંટ્રી કરી રહ્યા છે. તેમની બ્રાંડ સ્વદેશી ઝડપથી ફેશન સાથે જોડાયેલી વસ્તુઓ લઈને બજારમાં આવી રહ્યું છે. જેમાં જીંસ અને ઓફિશિયલ ડ્રેસ બન્નેનો સમાવેશ થાય છે. વધેલી દાઢી અને ભગવા કપડામાં “પતંજલી”ના બ્રાંડ એંમ્બેસેડર રામદેવના બ્રાંડ હોંર્ડિગ દેશ અને દેશની બહાર પણ લાગ્યા છે. જે બાંગ્લાદેશ અને આફ્રિકામાં પણ તેમની પ્રોડક્ટસ લોંચ કરી આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસ્થાપિત કરવા માંગે છે. ત્યારબાદ તેઓ પોતાની પહોંચ યૂરોપ અને અમેરિકા સુધી પહોંચાડવા માંગે છે. “ધ ટેલિગ્રાફ” મુજબ રામદેવે કહ્યું કે ઘણા ફોલોઅર્સ તેમને પૂછી રહ્યા છે કે તે પતંજલી યોગના કપડા કેમ બજારમાં નથી લાવતા. ત્યારબાદ આ ફેશન બ્રાંડનો આઈડિયા આવ્યો. તેમણે કહ્યું કે મલ્ટેશનલ કંપની દ્વારા પ્રમોટ કરવામાં આવતી વસ્તુઓથી અર્થવ્યવસ્થાની સ્વતંત્રતામાં માટે સંર્ધષ કરીએ છીએ તો દરેક સ્ટેજ પર તેમનો સામનો કરવો પડશે. આ સાથે જ ફેશન બજારમાં પણ ઉતરવું પડશે.
વધુ વાંચો





















