શોધખોળ કરો

Baba Ramdev: બાબા રામદેેવને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો , હવે યોગ શિબિર માટે સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે

Baba Ramdev: બાબા રામદેવના પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે

Baba Ramdev News: બાબા રામદેવના પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે એપેલેટ ટ્રિબ્યુનલના નિર્ણયને માન્ય રાખ્યો હતો જેમાં ટ્રસ્ટને યોગ શિબિરોના આયોજન માટે વસૂલવામાં આવતી પ્રવેશ ફી પર સર્વિસ ટેક્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાની ખંડપીઠે કસ્ટમ, એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (CESTAT)ની અલ્હાબાદ બેન્ચના 5 ઓક્ટોબર, 2023ના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.

ટ્રસ્ટની અપીલને ફગાવી દેતાં ખંડપીઠે કહ્યું હતું કે  "ટ્રિબ્યુનલે યોગ્ય રીતે કહ્યું છે કે ફી વસૂલાતા શિબિરોમાં યોગ કરવું એ સેવા છે. અમને આ આદેશમાં દખલ કરવાનું કોઈ કારણ નથી. અપીલ ફગાવી દેવામાં આવે છે." CESTAT એ તેના આદેશમાં જણાવ્યું હતું કે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ દ્વારા આયોજિત રહેણાંક અને બિન-રહેણાંક યોગ શિબિરોમાં ભાગ લેવા માટે ફી લેવામાં આવે છે, તેથી તે 'સ્વાસ્થ્ય અને ફિટનેસ સેવા'ની શ્રેણીમાં આવે છે અને તેના પર સેવા ટેક્સ લાગશે.

યોગ શિબિર માટે લેવામાં આવતી ફી જે સર્વિસના દાયરામાં આવે છે: ટ્રિબ્યુનલ

યોગ ગુરુ રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણના નેતૃત્વમાં કાર્યરત આ ટ્રસ્ટ વિવિધ શિબિરોમાં યોગની તાલીમ આપે છે. ટ્રિબ્યુનલે તેના આદેશમાં કહ્યું હતું કે યોગ શિબિરોની ફી સહભાગીઓ પાસેથી દાન તરીકે લેવામાં આવી હતી. જો કે આ રકમ દાન તરીકે એકઠી કરવામાં આવી હતી, તે માત્ર ઉપરોક્ત સેવાઓ પૂરી પાડવા માટેની ફી હતી. તેથી તે ફીની વ્યાખ્યા હેઠળ આવે છે.

4.5 કરોડનો ટેક્સ ભરવો પડશે

મેરઠ રેન્જના કસ્ટમ્સ અને સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનરે ઓક્ટોબર, 2006થી માર્ચ, 2011ના સમયગાળા માટે દંડ અને વ્યાજ સહિત લગભગ  4.5 કરોડ રૂપિયાના સર્વિસ ટેક્સની માંગણી કરી હતી. આના જવાબમાં ટ્રસ્ટે દલીલ કરી હતી કે તે સેવાઓ પૂરી પાડે છે જે રોગોની સારવાર માટે છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ સેવાઓ 'સ્વાસ્થ્ય અને ફિટનેસ સેવાઓ' હેઠળ કરપાત્ર નથી. હવે પતંજલિએ આ 4.5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.                                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી

ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ

રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી

Embed widget