શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Babri Masjid Demolition Case: 30 સપ્ટેમ્બરના રોજ આવશે ચુકાદો, અડવાણી સહિતના આરોપીઓને હાજર રહેવા કોર્ટનો આદેશ
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં સીબીઆઇની વિશેષ અદાલત 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો આપશે.
નવી દિલ્હીઃ બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં સીબીઆઇની વિશેષ અદાલત 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો આપશે., કોર્ટે આ કેસના આરોપીઓ લાલકૃષ્ણ અડવાણી, એમએસ જોશી, કલ્યાણ સિંહ અને ઉમા ભારતીને ચુકાદના દિવસે કોર્ટમાં હાજર રહેવાના નિર્દેશ આપ્યા હતા.
નોંધનીય છે કે છ ડિસેમ્બર 1992ના રોજ વિવાદીત ઢાંચાને તોડી પાડવા મામલામાં પૂર્વ નાયબ વડાપ્રધાન , પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, પૂર્વ કેન્દ્રિય મંત્રી મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, ભાજપ નેતા વિનય કટિયાર, મહંત નૃત્ય ગોપાલ દાસ સહિત કુલ 32 આરોપી છે. આ અગાઉ તમામ આરોપીઓની સુનાવણી દરમિયાન ઓનલાઇન કોર્ટમાં રજૂ કરાયા હતા.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે કેસ સંબંધિત સુનાવણી 30 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ કરવાનો આદેશ કર્યો હતો જેથી વિશેષ કોર્ટનો પુરો પ્રયાસ છે કે આ સમયસીમા સુધી કેસનો ચુકાદો આપી દેવામાં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion