Delhi Ordinance Row: કોગ્રેસને મનાવવા માટે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળશે મુખ્યમંત્રી કેજરીવાલ
સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારે પોતાના ટ્વિટમાં કેન્દ્ર સરકારના વટહુકમને ગેરબંધારણીય ગણાવ્યો હતો.
Delhi News: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા વટહુકમ સામે સંસદમાં કોંગ્રેસનું સમર્થન આપવા વિનંતી કરી છે. કેજરીવાલે રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારે પોતાના ટ્વિટમાં કેન્દ્ર સરકારના વટહુકમને ગેરબંધારણીય ગણાવ્યો હતો.
Delhi CM and AAP national convenor Arvind Kejriwal has sought time to meet Congress president Mallikarjun Kharge and party leader Rahul Gandhi to seek Congress support in Parliament against the ordinance passed by the BJP government.
— ANI (@ANI) May 26, 2023
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, બિહારના સીએમ નીતિશ કુમાર, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ ઠાકરેએ કેન્દ્ર સરકારના વટહુકમ સામે વિરોધ પક્ષોનો સહકાર મેળવવા માટે આ નિવેદન આપ્યું હતું. ગુરુવારે એનસીપીના વડા શરદ પવારને મળ્યા પછી તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં રાહુલ ગાંધીને મળીને વટહુકમ વિરુદ્ધ કૉંગ્રેસનું સમર્થન માંગશે. તેમના નિવેદનના એક દિવસ બાદ તેમણે શુક્રવારે બંનેને મળવા માટે સમય માંગ્યો છે.
Sought time this morning to meet Cong President Sh Kharge ji and Sh Rahul Gandhi ji to seek Cong support in Parl against undemocratic n unconstitutional ordinance passed by BJP govt and also to discuss general assault on federal structure and prevailing political situation
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 26, 2023
આ પક્ષોએ AAPને સમર્થન આપવાની ખાતરી આપી
કેન્દ્રના વટહુકમ સામે વિરોધ પક્ષોનું સમર્થન મેળવવા માટે સીએમ અરવિંદ કેજરીવાલ મંગળવારે દિલ્હીથી રવાના થયા હતા. આ અભિયાનમાં તેમને અત્યાર સુધી જનતા દળ યુનાઈટેડ, રાષ્ટ્રીય જનતા દળ, ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના યુબીટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું સમર્થન મળ્યું છે. AAPને ડાબેરી પક્ષોનું સમર્થન મળવાની અપેક્ષા છે. હવે તેમણે કોંગ્રેસનું સમર્થન મેળવવા માટે પાર્ટીના ટોચના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પાસે મળવાનો સમય માંગ્યો છે. નોંધનીય છે કે સીએમ અરવિંદ કેજરીવાલે કેન્દ્રના વટહુકમને દેશના બંધારણની વિરુદ્ધ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પણ અપમાન છે.