શોધખોળ કરો

Pakistan Economy Crisis: પાકિસ્તાનની હાલત કફોડી, હવે કર્મચારીઓના પગાર અને પેન્શન પર પ્રતિબંધ!

Pakistan Economy: પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે ત્યાંના કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવાના પૈસા નથી.

Pakistan Economy Crisis: પાકિસ્તાનની આર્થિક હાલત ખૂબ જ ખરાબ વળાંક પર આવી ગઈ છે. આર્થિક સંકટગ્રસ્ત પાકિસ્તાન સરકારે કથિત રીતે પાકિસ્તાનના મહેસૂલ વિભાગને આગામી સૂચના સુધી સંઘીય મંત્રાલયો અને સંબંધિત વિભાગોને પગાર અને પેન્શન સહિતની તમામ ચૂકવણીઓ ફ્રીઝ કરવા સૂચના આપી છે.

ધ ન્યૂઝ અનુસાર આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે, જેના કારણે ઓપરેટિંગ ખર્ચ સંબંધિત રિલીઝમાં મુશ્કેલીઓ આવી રહી છે.

આ વિભાગોના કર્મચારીઓને મંજૂરી 

અહેવાલો અનુસાર સંરક્ષણ વિભાગ સાથે સંબંધિત સંસ્થાઓના પગાર અને પેન્શનને આગામી મહિના માટે મંજૂરી આપવામાં આવી છે, જો કે સરકારે તેમાં ઘણા બિલનો સમાવેશ કર્યો નથી અને ઘણા બાકી બિલ છોડી દીધા છે. આ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે પાકિસ્તાનના નાણા વિભાગે શનિવારે આ તમામ અહેવાલોને નકારી કાઢ્યા છે. ડૉન અખબારે કહ્યું કે વિભાગે આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.

પાકિસ્તાને કહ્યું કે પેન્શન અને પગાર રોકાયો નથી

નાણા વિભાગ દ્વારા શનિવારે જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આવી અફવાઓ ઉડી રહી છે કે સરકારે પગાર, પેન્શન વગેરેની ચૂકવણી રોકવાના નિર્દેશ આપ્યા છે. આ સંપૂર્ણપણે ખોટું છે કારણ કે નાણા વિભાગ દ્વારા આવી કોઈ સૂચના આપવામાં આવી નથી.

વિદેશી મુદ્રા ભંડારમાં વધારો

પાકિસ્તાનના આર્થિક સંકટનું એક કારણ વિદેશી મુદ્રા ભંડારમાં તીવ્ર ઘટાડો છે. ગયા સપ્તાહ પહેલા અહીં વિદેશી મુદ્રા ભંડાર $2.9 બિલિયન હતું, જે અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર હતું, હવે તે વધીને $4 બિલિયનની નજીક પહોંચી ગયું છે. જ્યારે હવે પાકિસ્તાન આઈ.એમ.એફથી $1.1 બિલિયનની રાહ જુએ છે.

મોંઘવારી દરમાં રેકોર્ડ વધારો

શનિવારે પાકિસ્તાનના મોંઘવારી અંગેના અહેવાલ મુજબ પાકિસ્તાનમાં મોંઘવારી દરમાં રેકોર્ડ 41.54 ટકાનો વધારો થયો છે. અગાઉ ગત સપ્તાહ દરમિયાન શનિવારે મોંઘવારી દર 38.42 ટકા હતો. અહેવાલો અનુસાર દૂધ, ઘી, ચિકન, બટેટા સહિત 33 વસ્તુઓની કિંમતોમાં ભારે વધારો થયો છે.

આ પણ વાંચો:Drone In Punjab: ભારત સામે પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, અમૃતસરમાંથી મળી આવ્યું ચાઈનીઝ ડ્રોન, સર્ચ ઓપરેશન ચાલુ

Drone In Punjab: પંજાબના અમૃતસરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સે પાકિસ્તાનમાંથી એક ડ્રોન ઝડપ્યું છે. આ ડ્રોન અમૃતસરના શહજાદા ગામમાં મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ આ ડ્રોન ચાઈનીઝ છે. જેના વિશે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. આ સાથે સીમા સુરક્ષા દળે પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

અમૃતસરમાંથી મળી આવ્યું ચાઈનીઝ ડ્રોન

ત્રણ અઠવાડિયા પહેલા BSFએ અમૃતસર સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. BSFના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "2-3 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 2.30 વાગ્યે, BSF જવાનોએ અમૃતસર સેક્ટરમાં કક્કર બોર્ડર પોસ્ટ વિસ્તારમાં પાછળના ભાગમાં ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું."

ડ્રગ્સ રિકવર!

સરહદની વાડ અને ઝીરો લાઇન વચ્ચે ડ્રોન ઝડપાયું હતું. પીળી પોલિથીનમાં લપેટી પ્રતિબંધિત સામગ્રીનું પેકેટ પણ મળી આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડ્રોનમાં લગભગ 5 કિલો વજનનું પેકેટ હતું, જેમાં હેરોઈન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીએસએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ક્વાડકોપ્ટરમાં તૂટેલા અંગ્રેજીમાં અનુવાદ સાથે ચાઈનીઝ લેબલ પણ હતું. એવું માનવામાં આવે છે કે ડ્રોન એસેમ્બલ કરવામાં આવ્યું હશે.

અગાઉ પણ મળી આવ્યું હતું ડ્રોન 

ઉલ્લેખનીય છે કે આ પહેલા, 1 ફેબ્રુઆરીએ પણ, BSFએ 2.6 કિલો માદક દ્રવ્યો ઝડપ્યા હતા. બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે સરહદ પર ડ્રોનથી માદક પહોંચાડવામાં આવી રહ્યા હોવાની આશંકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget