(Source: ECI/ABP News/ABP Majha)
'જો ચમત્કારી શક્તિઓ છે તો સાબિત કરે ધીરેન્દ્ર શાસ્ત્રી', કોગ્રેસ નેતાઓએ બાગેશ્વર ધામવાળા બાબાને ફેંક્યો પડકાર'
મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ડો.ગોવિંદ સિંહે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની શક્તિઓ સાબિત કરવી પડશે.
Congress On Dhirendra Shastri: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં વિવાદોમાં ફસાયેલા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ફેલાવવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. તેની સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે. આ સાથે જ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ડો.ગોવિંદ સિંહે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની શક્તિઓ સાબિત કરવી પડશે.
ડો.ગોવિંદ સિંહે કહ્યું હતું કે જ્યારે બાગેશ્વર સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે તેઓ કેમ ભાગી ગયા, જો તેમની પાસે ચમત્કારિક શક્તિ છે તો સાબિત કરો. તેમણે કહ્યું, "તે સનાતન ધર્મમાં માને છે, પરંતુ તે દંભમાં માનતા નથી. દેશમાં મોટી સંખ્યામાં હિન્દુઓ છે. તેઓ પણ દંભને યોગ્ય માનતા નથી."
વિપક્ષના નેતાએ વધુમાં કહ્યું કે, "જ્યારે બાબાને નાગપુર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા તેમની શક્તિઓ સાબિત કરવા માટે પડકારવામાં આવ્યો હતો ત્યારે તેઓ ત્યાંથી કેમ ભાગ્યા? જો તેમનામાં સત્ય હોય તો જવાબ આપો. પ્રમાણિકતાના આધારે જવાબ આપો. તાંત્રિક જેવી પ્રથાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
કેબિનેટ મંત્રીનો બાબાને પડકાર
મધ્યપ્રદેશના નાગપુર બાદ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને છત્તીસગઢમાં પણ પડકાર મળ્યો છે. કેબિનેટ મંત્રી કવાસી લખમાએ કહ્યું હતું કે બાબા મારી સાથે બસ્તર આવો. જો ધર્માંતરણ થતું હશે તો હું રાજકારણ છોડી દઈશ, તમે પંડિતનું કામ છોડી દો.
બાબાએ ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો
વાસ્તવમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ 18 જાન્યુઆરીએ રાયપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ધર્મ પરિવર્તનને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જ્યાં પણ ધર્માંતરણ થઈ રહ્યું છે, ત્યાં તેઓ રામકથા સંભળાવશે. શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે તેમણે ધર્માંતરણ રોકવાનો સંકલ્પ લીધો છે.
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજકાલ મીડિયામાં ચર્ચામાં છે, તેમના પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લાગ્યો છે. નાગપુરની એક સંસ્થા, અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિના સંસ્થાપકે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી છે. વળી, આ તમામ આરોપોને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ નકારી કાઢ્યા છે
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રાયપુરમાં એએનઆઇને કહ્યું- આવા લોકો આવતા રહે છે, અમારી પાસે બંધ રૂમ નથી તે (જે લોકોએ તેમને પડકાર ફેંક્યો છે) તેમને ખુદ આવીને જોવુ જોઇએ. કોઇ પણ મારા શબ્દો અને કાર્યોને કેમેરા પર પડકારી શકે છે..... લાખો લોકો બાગેશ્વર બાલાજીના દરબારમાં આવીને બેસે છે, જે મને પ્રેરિત કરશે, હું લખીશ અને જે લખીશ, તે સત્ય જ હશે. મને પોતાના ભગવાન પર વિશ્વાસ છે
Those against Sanatan Dharma will be boycotted: Self-styled godman Dhirendra Shastri
— ANI Digital (@ani_digital) January 20, 2023
Read @ANI Story | https://t.co/eXmyH3Lmzu#DhirendraShastri #BageshwarDhamSarkar #chhatisgarh #SanatanaDharma pic.twitter.com/VAVTyjAjFY