Bank Holidays in September: સપ્ટેમ્બરમાં 12 દિવસ બંધ રહેશે બેન્ક, અહીં ચેક કરો પૂરી યાદી
Bank Holidays: RBIની ઓફિશ્યલ યાદી અનુસાર સપ્ટેમ્બર મહિનાના સાત દિવસ બેન્ક બંધ રહેશે, તેમજ 4 રવિવાર અને બીજા તેમજ ચોથા શનિવાર સાથે કુલ 12 દિવસ બેન્કમાં રજા રહેશે જેથી બેન્ક બંઘ રહેશે,
Bank Holidays: RBIની ઓફિશ્યલ યાદી અનુસાર સપ્ટેમ્બર મહિનાના સાત દિવસ બેન્ક બંધ રહેશે, તેમજ 4 રવિવાર અને બીજા તેમજ ચોથા શનિવાર સાથે કુલ 12 દિવસ બેન્કમાં રજા રહેશે જેથી બેન્ક બંઘ રહેશે,
ગત મહિનાની તુલનામાં આ વખતે આપ બેન્કના કામ કોઇ ઉતાવળ વિના જ સરળતાથી ઉકેલી શકો છો. ભારતીય રિઝર્વ બેન્કના હોલિડે લિસ્ટ મુજબ સપ્ટેમ્બરમાં ખૂબ જ ઓછા દિવસમાં બેન્ક બંધ રહેશે, આ સાથે 4 રવિવાર અને બીજા તેમજ ચોથા શનિવાર સાથે કુલ 12 દિવસ બેન્કમાં રજા રહેશે જેથી બેન્ક બંઘ રહેશે.
RBIના ‘Holiday under Negotiable Instruments Act’ની કેટેગરી હેઠળ સપ્ટેમ્બર માસમાં બેન્ક હોલિડેને નિર્ધારિત કરાઇ છે. આ સાત દિવસોમાં અલગ અલગ રાજ્યોમાં ધાર્મિક આયોજન અને તહેવારોની રજાઓ સામેલ છે. આ સાથે જ એ જાણકારી જરૂરી છે કે, વીકેન્ડની રજાને છોડીને આરબીઆઇના બેન્ક હોલિડે લિસ્ટ દેશના બધા જ બેન્કમાં એક સાથે લાગૂ નથી પડતી. તેનો અર્થ છે કે, એક બેન્કમાં રજા છે તો જરૂરી નથી કે બીજી બેન્કમાં પણ રજા હશે જ
10 સ્પટેમ્બરે હશે ગણેશ ચતુર્થીની રજા
5 સપ્ટેમ્બર એટલે કે, રવિવારે બેન્કમાં રજા રહેશે. વીકન્ડને છોડીને આરબીઆઇની ઓફિશ્યલ રજા 8 સપ્ટેમબરે શરૂ થશે. આ દિવસ ગૌહાટીમાં શ્રીમંત શંકરદેવ તિથિના કારણે બેન્ક બંધ રહેશે.જ્યારે મહિનાનો છેલ્લો બેન્ક હોલિડે 21 સપ્ટેમ્બરે હશે. આ દિવસે શ્રી નારાયણ ગુરૂ સમાધિ દિવસ પર કોચ્ચિ અને તિરૂવનંતપુરમના બેન્ક બંધ રહેશે. ત્યારબાદ 25 સપ્ટેમ્બરે ચોથો શનિવાર અને 26 સપ્ટેમ્બરે રવિવાર હોવાથી દેશભરના બેન્કના બંધ રહેશે.
RBI અનુસાર સપ્ટેમ્બર 2021માં બેન્ક હોલિડેનુ સંપૂર્ણ લિસ્ટ
- 5 સપ્ટેમ્બર- રવિવાર
- 8 સપ્ટેમ્બર શ્રીમંત શંકરદેવ તિથિ ગૌહાટી
- 9 સપ્ટેમ્બર તીજ હરિતાલિકા (ગંગકોટ)
- 10 ગણેશ ચતુર્થી
- 11 સપ્ટેમ્બરે બીજો શનિવાર
- 12 સપ્ટેમ્બર – રવિવાર
- 17 સપ્ટેમ્બર – કર્મપૂજા (રાંચી)
- 19 સપ્ટેમ્બર રવિવાર
- 20 સપ્ટેમ્બર ઇદ્રજાત્રા (ગંગકોટ)
- 21 સપ્ટેમ્બરશ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ (કોચ્ચિ અને તિરૂવનંતપુરમ)
- 25 સપ્ટેમ્બર ચોથું શનિવાર
- 26 સપ્ટેમ્બર રવિવાર