શોધખોળ કરો

કર્ણાટકમાં ભાજપના નવા મુખ્યમંત્રી બસવરાજના પિતા પણ હતા મુખ્યમંત્રી, જાણો ક્યા ઐતિહાસિક ચુકાદાને કારણે કરાય છે યાદ ?

આ ઐતિહાસિક કેસ પર સુપ્રીમ કોર્ટની 9 સભ્યોની બંધારણ બેન્ચે જે ઐતિહાસિક નિર્ણય કર્યો તેને આર્ટિકલ 356નો દુરુપયો અટકાવ્યો હતો.

કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઈએ આજે શપથ લીધા હતા. આ સાથે તેઓ કર્ણાટકના 23માં મુખ્યમંત્રી બની ગયા છે. તેમને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. ગઈ કાલે ભાજપની ધારાસભ્યદળની બેઠકમાં બીએસ યેદિયુરપ્પાએ બસવરાજ બોમ્મઈના નામ પર પ્રસ્તાવ રાખ્યો જેનું સમર્થન સૌથી પહેલા ગોવિંદ કરલોજે કર્યુ અને બાદમાં તમામ ધારાસભ્યોએ બોમ્મઈના નામનો સ્વીકાર કર્યો હતો.

એસ આર બોમ્મઈના દીકરા છે બસવરાજ

કર્ણટાકના નવા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ આર બોમ્મઈના પુત્ર છે. એસ આર બોમ્મઈનું નામ ભારતીય રાજનીતિ, વકીલાત અને રાજનીતિ શાસ્ત્રનું શિક્ષણ મેળવનારા લોકો માટે અજાણ્યું નથી. એસ. આર. બોમ્મઈ વિરૂદ્ધ ભારત ગણરાજ્યનો કેસનો ઉલ્લેખ બંધારણના આર્ટિકલ 356ના દુરુપયોગને રોકવામાં સંદર્ભમાં કરવામાં આવે છે.

આ ઐતિહાસિક કેસ પર સુપ્રીમ કોર્ટની 9 સભ્યોની બંધારણ બેન્ચે જે ઐતિહાસિક નિર્ણય કર્યો તેને આર્ટિકલ 356નો દુરુપયો અટકાવ્યો હતો. આ નિર્ણયથી કેન્દ્ર અને રાજ્યના સંબંધ પર ભારે અસર થઈ હતી.

શું હતો આર્ટિક 356નો કેસ

સપ્ટેમ્બર 1988માં કર્ણાટકમાં જનતા પાર્ટી અને લોક દલ પાર્ટીએ મળીને એક નવી પાર્ટી જનતા દલ બનાવીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જનતા દલ એસઆર બોમ્મઈના નેતૃત્વમાં રાજ્યની બહુમતવાળી પાર્ટી બની હતી. મંત્રાલયમાં 13 સભ્યોને રાખવામાં આવ્યા. પરંતુ તેના બે દિવસ બાદ જ જનતા દલના ધારાસભ્ય કે આર મોલાકેરીએ રાજ્યપાલને એક પત્ર લખ્યો જેમાં તંમણે બોમ્મઈ વિરૂદ્ધ લખ્યું હતું. તેમણે પોતાના પત્રની સાથે 19 અન્ય ધારાસભ્યનો સમહમતી પત્ર પણ આપ્યો હતો.

ત્યાર બાદ રાજ્ય પાલ વી વેંકટસુબૈયાએ રાષ્ટ્રપતિને એક રિપોર્ટ મોકલ્યો જેમાં કહ્યું હતું કે સત્તાધારી પાર્ટીના અનેક ધારાસભ્ય તેમનાથી નારાજ છે. રાજ્યપાલે આગળ લખ્યું હતું કે ધારાસભ્યો દ્વારા સમર્થન પરત લીધા બાદ મુખ્યમંત્રી બોમ્મઈની પાસે બહુમત નથી રહેતો જેથી તેમને સરકાર બનાવવા ન દેવામાં આવે. આ બંધારણ વિરૂધ હતું અને તેમણે રાષ્ટ્રપતિને પણ ભલામણ કરી હતી કે તેઓ આર્ટિકલ 356 (1) અંતર્ગત શક્તિનો પ્રયોગ કરે. રાજ્યપાલના આ રિપોર્ટના આધારે કેન્દ્ર સરકારે આર્ટિકલ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ પાસે જાહેરાત કરાવી કે બોમ્મઈની સરકાર બરતરફ કરવામાં આવી છે.

જોકે થોડા દિવસ બાદ જ એ 19 ધારાસભ્ય જેમની સહીનાજોરે અસંતોષ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો તેમણે એવો દાવો કર્યો કે પ્રથમ પત્રમાં તેમની સહી નકલી હતી અને તેમણે ફરીથી પોતાના ગઠબંધનને સમર્થનની પુષ્ટિ કરી. ત્યાર બાદ આ કેસને લઈને કોર્ટમાં અરજી દાખલ થઈ.

આ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને બરતરફ કરવા મામલે આર્ટિકલની વ્યાખ્યા કરી અને કહ્યું કે, આર્ટિકલ 356 અંતર્ગત જો કેન્દ્ર સરકાર રાજ્યમાં ચૂંટાયેલી સરકારને બરતરફ કરવા કરે તો સુપ્રીમ કોર્ટ સરકારના બરતરફ કરવાના નિર્ણયની સમીક્ષા કરી શકે છે અને કોર્ટ કેન્દ્ર સરકાર પાસે એ સામગ્રીને કોર્ટમાં રજૂ કરવા માટે કહી શકે છે જેના આધારે રાજ્યની સરકારને બરતરફ કરવામાં આવી હોય.

આ નિર્ણયમાં રાજ્યપાલોને પણ સૂચના આપવામાં આવી હતી કે, ‘કોઈપમ રાજ્ય સરકાર પાસે બહુમત છે કે નહીં તેનો નિર્ણય રાજભવનમાં ન થવો જોઈએ, તેનો નિર્ણય વિધાનસભામાં થવો જોઈએ.’

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Embed widget