'ગુજરાત તોફાનો પર ચર્ચા કરવાનો કોઇ ફાયદો નથી, સુપ્રીમ કોર્ટે સંભળાવી ચૂકી છે ફેંસલો' - BBC ડૉક્ટૂમેન્ટ્રી વિવાદ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાનુ નિવેદન
એક ઓનલાઇન સમચાર પૉર્ટલ સાથે વાત કરતાં તિરુવનંતપુરુમના લોકસભા સભ્ય શશિ થરુરે કહ્યું કે, ભારત આ ત્રાસદીથી આગળ વધી ગયુ છે,
Shashi Tharoor On BBC Documentary: બીબીસીની ડૉક્યૂમેન્ટ્રીને લઇને વિવાદ વધતો જઇ રહ્યો છે, હવે આ વિવાદમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ શશિ થરૂરની એન્ટ્રી થઇ ગઇ છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે, ક્યારેય ભારતના લોકોને 2002ના ગુજરાતના તોફાનોને આગળ વધવા માટે નથી કહ્યું. શશિ થરુરે કહ્યું કે, ગુજરાત તોફાનોના ઘા હજુ પુરેપુરી રીતે રૂઝાયા નથી, પરંતુ આ મુદ્દા પર ચર્ચા કરવાથી બહુ ઓછો ફાયદો થશે.
એક ઓનલાઇન સમચાર પૉર્ટલ સાથે વાત કરતાં તિરુવનંતપુરુમના લોકસભા સભ્ય શશિ થરુરે કહ્યું કે, ભારત આ ત્રાસદીથી આગળ વધી ગયુ છે, અને હવે લોકોને લાગે છે કે, આ મામલાને પાછળ રાખવો જોઇએ. કેમ કે બે દાયકા વીતી ચૂક્યા છે અને સુપ્રીમ કોર્ટે પણ પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે. જોકે, શશિ થરુરે કહ્યું કે, તેઓ તે લોકો પર આક્ષેપ નથી લગાવી રહ્યાં જે માને છે કે, અધિકારિક તપાસમાં પુરપુરી સચ્ચાઇ સામે નથી આવી.
ટ્વીટર યૂઝરને શશિ થરુરનો જવાબ -
અશોક સિંહ ગરચા નામના એક ટ્વીટર યૂઝરે કહ્યું- શશિ થરુરે 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે બ્રિટિશ સરકાર પાસે માફીની માંગ કરી, કાલે તેમને ભારતીયોને 2002 ના ગુજરાત નરસંહારથી આગળ વધવાનું કહ્યુ. આના પર શશિ થરુર રિપ્લાય કર્યો અને કહ્યું- મેં આવુ નથી કહ્યું.
શશિ થરુરે કહ્યું કે, હું વારંવાર એ સ્પષ્ટ કરુ છે કે મારુ માનવુ છે કે, ગુજરાતના ઘા હજુ સુધી બરાબર રુઝાયા નથી, પરંતુ આ જોતા સુપ્રીમ કોર્ટે પોતાનો અંતિમ ફેંસલો આપી દીધો છે, આ મુદ્દા પર ચર્ચા કરવાથી ઓછો ફાયદો થશે, કેમ કે પહેલાથી ઘણાબધા મુદ્દા છે જેના પર વાત કરવી જોઇએ.
BBC Documentary: બીબીસીની વિવાદિત ડોક્યુમેન્ટરી પર કેમ સર્જાયો વિવાદ આ છે વિરોધના 5 મોટા કારણો
વિવાદના પાંચ મુખ્ય કારણો
- કેન્દ્ર સરકારનો દાવો છે કે, પીએમ મોદીની છબીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.
- ભારત-યુકે સંબંધોને બગાડવાનો પ્રયાસ કરવાનો આરોપ. બંને દેશો વચ્ચે વેપાર સોદો છે. આરોપ છે કે બ્રિટન અને ભારતમાં બેઠેલા કેટલાક લોકોએ મળીને આવી ડોક્યુમેન્ટરી બનાવીને આ ડીલ તોડવાનું ષડયંત્ર રચ્યું હતું.
- આ વર્ષે ભારતને G-20નું પ્રમુખપદ મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું નેતૃત્વ કરી રહ્યા છે. આરોપ છે કે G-20 કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ભ્રામક ડોક્યુમેન્ટરી બહાર પાડવામાં આવી હતી. તેના દ્વારા પીએમ મોદી પર દાગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
- પહેલીવાર ઋષિ સુનકના રૂપમાં ભારતીય મૂળના હિંદુ બ્રિટનમાં વડાપ્રધાન બન્યા છે. ઋષિ સુનક અને પીએમ મોદી વચ્ચે સારી મિત્રતા છે. એવો પણ આરોપ છે કે આ ડોક્યુમેન્ટ્રી દ્વારા બ્રિટનમાં પીએમ ઋષિ સુનકની ઈમેજને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
- સમગ્ર ડોક્યુમેન્ટરીમાં હિન્દુ ધર્મના લોકોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં બીબીસી પર એવો પણ આરોપ છે કે આ ડોક્યુમેન્ટ્રી દ્વારા હિન્દુ ધર્મના લોકોને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે.