Mumbai Airport: એરપોર્ટ પર યાત્રીઓને જમીન પર ખવડાવવું ઈન્ડિગોને પડ્યું ભારે, જાણો કેટલા કરોડનો લાગ્યો દંડ
Mumbai Airport: BCAS એ મુંબઈ એરપોર્ટના ટાર્મેક (જમીન) પર મુસાફરો ખવડાવવાના કેસમાં ઈન્ડિગો પર રૂ. 1.20 કરોડનો દંડ ફટકાર્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ બુધવારે (17 જાન્યુઆરી) આ માહિતી આપી હતી.
Mumbai Airport: BCAS એ મુંબઈ એરપોર્ટના ટાર્મેક (જમીન) પર મુસાફરો ખવડાવવાના કેસમાં ઈન્ડિગો પર રૂ. 1.20 કરોડનો દંડ ફટકાર્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ બુધવારે (17 જાન્યુઆરી) આ માહિતી આપી હતી.
IndiGo penalised with a fine of Rs 1.20 Crore. https://t.co/xwwc8mMpcH
— ANI (@ANI) January 17, 2024
આ સાથે જ BCASએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ(MIAL) ને પણ એરસ્ટ્રીપ પાસે યાત્રીઓ દ્વારા ભોજન ખવ઼ાવવાની ઘટના અંગે રૂ. 60 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે DGCAએ આ મામલામાં મુંબઈ એરપોર્ટ ઓપરેટર MIL પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
Video of passengers eating on the tarmac at Mumbai Airport | A total of Rs 90 Lakhs fine imposed on MIAL - Rs 60 lakhs by Bureau of Civil Aviation Security (BCAS) and Rs 30 lakhs by DGCA. https://t.co/vhanRbcC9d
— ANI (@ANI) January 17, 2024
કારણ બતાવો નોટીસ ફટકારી હતી
આ અગાઉ, BCAS એ IndiGo અને એરપોર્ટ ઓપરેટર MIALને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. વાસ્તવમાં, રવિવારે (14 જાન્યુઆરી) લાંબા વિલંબ પછી ઈન્ડિગોની ગોવા-દિલ્હીની ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ઈન્ડિગો પ્લેનમાંથી ઘણા મુસાફરો બહાર આવ્યા અને 'ટાર્મેક' પર બેસી ગયા. આ દરમિયાન કેટલાક મુસાફરો જમીન પર બેસીને ભોજન લેતા પણ જોવા મળ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS) દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર, IndiGo અને MIAL બંને પરિસ્થિતિનું અનુમાન લગાવવામાં અને એરપોર્ટ પર મુસાફરો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં યોગ્ય સમયે સક્રીય થયા ન હતા.
તમને જણાવી દઈએ કે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટના રનવેની બહાર કેટલાક મુસાફરો જમીન પર બેસીને ભોજન કરી રહ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ધુમ્મસના કારણે ફ્લાઇટ મોડી પડી હતી અને બાદમાં મુસાફરોને રનવે પર બેસાડવામાં આવ્યા હતા અને તેમને ભોજન આપવામાં આવ્યું હતું. બાદમાં ઈન્ડિગોએ આ મામલે માફી માંગી હતી. ઈન્ડિગોએ કહ્યું હતું કે મુસાફરો વાસ્તવમાં ફ્લાઈટથી દૂર જવા માંગતા ન હતા, જેના કારણે તેમને ત્યાં ભોજન પીરસવામાં આવ્યું હતું.