Jammu Kashmir News: ઠંડીથી બચવા હિટર ચાલુ કરીને ઊંઘો છો તો સાવધાન, શ્રીનગરમાં પરિવારના 5નાં મૃત્યુ
Jammu Kashmir News: મૃતક પરિવાર શ્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો અને મૂળ બારામુલાનો રહેવાસી હતો. હિટરના કારણે શ્વાસ રૂંધાતા મોત થયાની હકીકત સામે આવી છે.
Jammu Kashmir News: રવિવારે (5 જાન્યુઆરી) જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં એક જ પરિવારના 5 લોકો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ચોંકાવનારી ઘટના શ્રીનગરના પંદ્રાથન વિસ્તારમાં બની હતી, જ્યાં ગૂંગળામણને કારણે પતિ-પત્ની અને તેમના ત્રણ બાળકોનું મૃત્યુ થયા હતા. હતું.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શ્રીનગરના પંદ્રાથન વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા એક પરિવારના પાંચ સભ્યોનું મોડી સાંજે શ્વાસ રૂંધાવાને કારણે બેભાન થયા બાદ મોત નિપજ્યું હતું. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ અહીં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો અને મૂળ બારામુલ્લાનો રહેવાસી હોવાની માહિતી મળી છે.
મૃત્યુનું કારણ શું છે?
હકીકતમાં, શિયાળા દરમિયાન ગેસ હીટર અને ખુલ્લા કોલસાથી ચાલતા ઉપકરણોનો ઉપયોગ કાર્બન મોનોક્સાઇડ ઝેરનું કારણ બને છે, પરિણામે મૃત્યુ થાય છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કાશ્મીર વિસ્તારમાં વધુ હિમવર્ષા થવાની આગાહી કરી હોવાથી સત્તાવાળાઓએ લોકોને ઓપન ફ્લેમ ડિવાઇસનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપી છે.
જમ્મુ અને કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં સતત બીજા દિવસે પારો હિમાંક બિંદુથી નજીક રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા, બારામુલ્લા અને કુપવાડા જિલ્લાના ઘણા વિસ્તારોમાં અને મધ્ય કાશ્મીરના બડગામ અને ગાંદરબલ જિલ્લાના કેટલાક ભાગોમાં સવારે હિમવર્ષા થઈ હતી. ખીણમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને દક્ષિણ કાશ્મીરના કોકરનાગ શહેરમાં માઈનસ 8.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ઉત્તર કાશ્મીરમાં 'સ્કીઇંગ' પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઇનસ 4.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આગલી રાત્રે માઇનસ 2.2 ડિગ્રી સેલ્સિયસ હતું.
આ પણ વાંચો