શોધખોળ કરો

84ના હુલ્લડ બાદ રાજીવ ગાંધીનું વિવાદીત નિવેદન ટ્વિટ કરી ફસાઈ કોંગ્રેસ, થયો વિવાદ

નવી દિલ્લી: પશ્ચિમ બંગાળ કોંગ્રેસે આજે રાજીવ ગાંધીની જયંતિ પર એ વિવાદીત નિવેદન ટ્વિટ કર્યુ જેમાં તેમણે ઈંદિરા ગાંધીની હત્યા બાદ આપ્યું હતું.  રાજીવ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે મોટુ ઝાડ પડે છે ત્યારે ધરતી હલી જાય છે. આ નિવેદન બાદ રાજીવ ગાંધીની ઘણી ટીકા થઈ હતી. અને આ નિવેદન બાદ રાજકીય વિવાદ થયો હતો. આ ટ્વિટ કોંગ્રેસના વેરિફાઈડ ટ્વિટર હેંડલ પરથી કરવામાં આવ્યું હતું. જો કે વિવાદ બાદ બંગાળ કોંગ્રેસે આ ટ્વિટ હટાવી લીધું હતું. આ દરમિયાન કોલકતાથી કરવામાં આવેલા ટ્વિટની અસરથી દિલ્લી અને પંજાબમાં વિવાદ થયો છે. વિરોધી દળોએ આ ટ્વિટને મુદ્દો બનાવી લીધો છે. ભાજપે કહ્યું છે કે આમ ભાવનાઓ ભડકાવતા ટ્વિટ માટે કોંગ્રસ સામે કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આજે રાજીવ ગાંધીની 72મી જયંતિ છે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં ચૂંટણીનો માહોલ છે. કોંગ્રેસ આ વખતે સત્તા પર આવવા માટે મરણિયા પ્રયાસ કરી રહી છે. પણ આમ આદમી પાર્ટી તેને ટક્કર આપી શકે છે. ભાજપ અને અકાલી દલે આરોપ લગાવ્યો છે કે 1984ના ઘા આ ટ્વિટને કારણે ફરી તાજા થઈ ગયા છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે કોંગ્રેસને 1984ની શીખ હિંસા પર ક્યારેય અફસોસ થયો નથી. આજે પણ તેઓ આ વાત પર ગર્વ કરે છે. આપના નેતાઅ અને શીખ હુલ્લડોના પીડિતોને ન્યાય આપવાની લડાઈ લડનારા એચએસ ફુલ્કાએ કહ્યું કે તે હિંસાને લઈને કોંગ્રેસનો અસલી ચહેરો આ જ છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ અને ભાજપ પર એક સાથે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ શીખો અને ભાજપ મુસ્લિમો વિરૂદ્ધ રાજકારણ કરે છે. આ દરમિયાન કોંગ્રેસે સ્પષ્ટતા આપી છે. કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે 1984ના હુલ્લડના મામલે તેમના દળ અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ માફી માગી ચૂક્યા છે. આ મામલાને વારંવાર ઉછાળીને તેના પર રાજનીતિ ન કરવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
Cute Kid Viral Video: માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો 3 વર્ષનો માસૂમ, પછી જે થયું...
Cute Kid Viral Video: માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો 3 વર્ષનો માસૂમ, પછી જે થયું...

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget