Bengaluru: બેંગલુરુમાં આજથી ત્રણ દિવસ કેમ રહેશે ભારે ટ્રાફિક જામ? પોલીસે જાહેર કરી એડવાઇઝરી
Bengaluru: ટ્રાફિક પોલીસ તરફથી લોકો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
Bengaluru: બેંગલુરુના પેલેસ ગ્રાઉન્ડમાં બે મોટા કાર્યક્રમોના કારણે ટ્રાફિક જામ થઈ શકે છે જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ જ કારણ છે કે ટ્રાફિક પોલીસ દ્વારા લોકો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. લોકોને ટ્રાફિક જામના કારણે બેલ્લારી રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે. 24 થી 26 નવેમ્બર વચ્ચે અહીં ટ્રાફિક જામ થઈ શકે છે.
નોંધનીય છે કે 24 નવેમ્બરે ટૂલુ કૂટા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે, જેમાં લગભગ 5 લાખ લોકો આવવાની આશા છે. આ કોન્ફરન્સની આયોજક સમિતિએ પુષ્ટી કરી છે કે લગભગ 5 લાખ લોકો અહીં આવી શકે છે.
આ ઉપરાંત 25 અને 26 નવેમ્બરે કંબાલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ પણ તે જ સ્થળે યોજાશે, જ્યાં આગામી બે દિવસમાં લગભગ 15 લાખ લોકો આવવાની ધારણા છે. બેલ્લારી રોડ પર મોટી સંખ્યામાં વાહનો પહોંચે તેવી અપેક્ષા છે. 300 વાહનોમાં 200 જેટલા બળદ અહીં પહોંચશે.
જેના કારણે મોટો જામ થઈ શકે છે. આ કાર્યક્રમને કારણે આજુબાજુના વિસ્તારોમાં પણ ટ્રાફિક જામ થવાની સંભાવના છે. ગુટાહલ્લી, સદાશિવનગર, વ્યાલિકવલ, ન્યુ બીઈએલ રોડ, મેખરી સર્કલ, જયમાલા મેઈન રોડ, કેન્ટોનમેન્ટ સ્ટેશન, હેબ્બલ, ગાનેહલ્લી અને અન્ય વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ શકે છે.
આગામી ત્રણ દિવસમાં એટલે કે 24, 25, 26 નવેમ્બરમાં બેલ્લારી રોડ પર જવાનું લોકોએ ટાળવું જોઇએ. બેંગલુરુ પેલેસ ગ્રાઉન્ડમાં 24 નવેમ્બરે ટૂલુ કૂટા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે ઓર્ગેનાઈઝર કમિટીના એક સભ્યએ જણાવ્યું કે અહીં પાંચ લાખ લોકો આવવાની શક્યતા છે. 25-26 નવેમ્બરે બેંગલુરુ પેલેસ ગ્રાઉન્ડમાં કંબાલાનું પણ આયોજન કરવામાં આવશે. 25-26 નવેમ્બરના રોજ લગભગ 15 લાખ લોકો અહી જોવા માટે આવી રહ્યા છે. બેલ્લારી રોડ પર ભારે ટ્રાફિક જામ થઈ શકે છે. આ એક મોટી ઇવેન્ટ બનવા જઈ રહી છે.એરપોર્ટ પહોંચવા માટે વૈકલ્પિક માર્ગ પસંદ કરવાની લોકોને સલાહ આપવામાં આવે છે.