શોધખોળ કરો

Rameshwaram Cafe Blast Case: NIAને મળી મોટી સફળતા, મુખ્ય શંકાસ્પદ આરોપીની કરાઇ અટકાયત

Rameshwaram Cafe Blast Case: બેંગલુરુમાં રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં મુખ્ય શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી હતી

Rameshwaram Cafe Blast Case: બેંગલુરુમાં રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં મુખ્ય શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી હતી.  આતંકવાદ વિરોધી એજન્સીના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, બેંગલુરુના રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસના એક મુખ્ય શંકાસ્પદને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કસ્ટડીમાં લેવામા આવ્યો છે. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ આરોપીની ઓળખ બેલ્લારીના કાઉલ બજારમાં રહેતા શબ્બીર તરીકે થઇ છે.

નોંધનીય છે કે કેફેમાં IED બ્લાસ્ટ થયો હતો, જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. નોંધનીય છે કે કેફેમાં થયેલા વિસ્ફોટ બાદ આરોપીઓ સાથે જોડાયેલા ઘણા ફોટા અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેના આધારે NIA તપાસમાં લાગી હતી. NIAએ શંકાસ્પદ વ્યક્તિનો ફોટો પોસ્ટ કર્યો છે અને તેના ઠેકાણા વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.

ઈસ્ટ બેંગલુરુના બ્રુકફીલ્ડ વિસ્તારની એક રેસ્ટોરન્ટમાં 'ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ' (IED) વડે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટને કારણે 10 લોકો ઘાયલ થયા છે. આ કેસની તપાસ હાલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પાસે છે, જ્યારે બેંગલુરુ પોલીસની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) તેમાં મદદ કરી રહી છે.

કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે 11 માર્ચ, 2024 ના રોજ આ બાબતે કહ્યું હતું કે 'ધ રામેશ્વરમ કેફે' માં થયેલા વિસ્ફોટ સાથે સંબંધિત કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી છે અને તેને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એજન્સી શંકાસ્પદની ઓળખની પુષ્ટી કરી હતી.

બેંગલુરુમાં 1 માર્ચે થયેલા બોમ્બ વિસ્ફોટમાં કુલ 10 લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ વખતે કેફેમાં ઘણા લોકો હાજર હતા. એક શંકાસ્પદ વ્યક્તિએ કેફે કાઉન્ટર પર બેગ મૂકી હતી જેમાં સેકન્ડ પછી વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટને કારણે અફરાતફરી મચી ગઈ હતી. કેફેની અંદરના લોકોના કપડાં બળી ગયા હતા. આ પછી બેંગલુરુ પોલીસે તપાસ શરૂ કરી અને બાદમાં 5 માર્ચે તપાસ NIAને સોંપી હતી.  CCTV ફૂટેજ સ્કેન કર્યા બાદ NIAએ આરોપીઓ સુધી પહોંચ્યા બાદ તેમની તસવીરો જાહેર કરી હતી. આ સાથે તપાસ એજન્સીએ 10 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું.

તપાસમાં સામે આવ્યું છે કે રામેશ્વરમ કેફેમાં બોમ્બ રાખ્યા બાદ આરોપીએ મસ્જિદમાં જઈને કપડાં પણ બદલ્યા હતા. તપાસ એજન્સીને શંકાસ્પદની કેપ પણ મળી આવી હતી. બાદમાં બસમાં મુસાફરી કરતા તેના ફૂટેજ પણ સામે આવ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
jagannath rath yatra: પુરી રથયાત્રામાં નાસભાગ જેવી સ્થિતિ, શ્વાસ રૂંધાતા એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ
jagannath rath yatra: પુરી રથયાત્રામાં નાસભાગ જેવી સ્થિતિ, શ્વાસ રૂંધાતા એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
Embed widget