શોધખોળ કરો
Advertisement
સંસદની કાર્યવાહીથી બે સપ્તાહ દૂર રહેશે AAPના સાંસદ ભગવંત માન
નવી દિલ્લી: આમ આદમી પાર્ટીના સાંસદ અને હાસ્ય કલાકાર ભગવંત માનને બે સપ્તાહ સુધી સંસદની કાર્યવાહીથી દૂર રહેવું પડશે. આ આદેશ શુક્રવારે લોકસભા અધ્યક્ષે તેમને સંસદ પરિસરમાં વીડિયો કરવા મામલે આપ્યું હતું. ઉલ્લેખનિય છે કે સુરક્ષાના કારણે સંસદની અંદર રેર્કોડિંગ કરવાની મનાઈ છે. ભગવંત માને સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે બેસી ધરણા કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
પંજાબના સંગરૂરથી સાંસદ માનના મામલે લોકસભા અધ્યક્ષે શુક3વારે સદનને જાણ કરતા કહ્યું કે ભગવંત માન મામલે તપાસ કરી રહેલી સદસ્ય સમિતિનો કાર્યકાળ તેમણે 19 નવેંબરથી બે સપ્તાહ માટે વધાર્યો છે. પ્રથમ મળેલી બેઠકમાં માન પાસે માફી માંગવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ માન તૈયાર ન હતા. ત્યારબાદ સમિતિના સભ્યોનું માનવું હતું કે સંસદમાં વીડોયો રેર્કોડિંગ કરવું સુરક્ષાને લઈને ખતરો છે. મહાજને કહ્યું તપાસ પૂર્ણ ન થાય ત્યા સુધી સદનની કાર્યવાહીમાં સામિલ ન થાય.
સ્પીકરે કહ્યું સમિતિનો છેલ્લા રિર્પોટ આવ્યા બાદ જ આ મામલે નિર્ણય કરવામાં આવશે. આ મામલે વિરોધમાં માન સંસદ પરિસરમાં ધરણા પર બેઠા હતા, તેમણે એક બેનર પણ બનાવ્યું હતું જેમાં લખ્યું બતું કે “મોદી મારાથી ડરે છે” જેના કારણે મને સંસદની બહાર કર્યો છે. ઘરણા પર બેઠેલા માનની તસવીર મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટર પર શેર કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion