શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભોપાલની કોવિડ હોસ્પિટલમાં લાઇટ ગયા પછી જનરેટર પણ બંધ થઈ ગયું, કોરોનાના 3 દર્દીના મોત બાદ મુખ્યમંત્રીએ શું આપ્યો આદેશ?
બેકઅપ માટે હોસ્પિટલમાં જનરેટર પણ હતુ પરંતુ વીજળી ગયા બાદ થોડીવારમાં તે બંધ થઈ ગયું હતુ.
![ભોપાલની કોવિડ હોસ્પિટલમાં લાઇટ ગયા પછી જનરેટર પણ બંધ થઈ ગયું, કોરોનાના 3 દર્દીના મોત બાદ મુખ્યમંત્રીએ શું આપ્યો આદેશ? Bhopal: 3 covid patient died after electricity gone in covid hospital check details ભોપાલની કોવિડ હોસ્પિટલમાં લાઇટ ગયા પછી જનરેટર પણ બંધ થઈ ગયું, કોરોનાના 3 દર્દીના મોત બાદ મુખ્યમંત્રીએ શું આપ્યો આદેશ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/12192509/BHOPAL.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભોપાલઃ હોસ્પિટલ આમ આદમીની જિંદગી બચાવવા માટે હોય છે પરંતુ જ્યારે આ જ હોસ્પિટલ મોતનું કારણ બની જાય તો કોને કહેવું. મધ્યપ્રેદેશની રાજધાની ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં ગત રાતે વીજળી ગુલ થઈ જવાથી ત્રણ દર્દીના મોત થયા છે. બેકઅપ માટે હોસ્પિટલમાં જનરેટર પણ હતુ પરંતુ વીજળી ગયા બાદ થોડીવારમાં તે બંધ થઈ ગયું હતુ. ત્રણેય દર્દી કોરોના સંક્રમિત હતા અને વેંટિલેટર પર હતા.
આ બેદરકારીને લઈ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. ઉપરાંત હમીદિયા હોસ્પિટલના ડીનને પણ નોટિસ ફટકારવામાં આવી છે તથા મેંટેનેંસ એન્જિનિયરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે કહ્યું છે કે કોઈપણ દોષીને છોડવામાં નહીં આવે. આ અંગે મધ્યપ્રદેશ મુખ્યમંત્રી ઓફિસ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ટ્વિટ પણ કરાયું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, મધ્યપ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 13,092 છે. રાજ્યમાં 2,04,641 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને 3,382 લોકોના કોરોનાથી મોત થયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 30,006 નવા સંક્રમિત દર્દી નોંધાયા છે. જ્યારે 442 લોકોના કોરોનાથી મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 98 લાખ 26 હજાર થયા છે. તેમાંથી અત્યાર સુધીમાં એક લાખ 42 હજાર 628 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કુલ એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખ 60 હજાર થયા છે. અત્યાર સુધીમાં કુલ 93 લાખ 24 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
કૃષિ કાનૂનના થઈ રહેલા વિરોધ વચ્ચે પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગત
IND v AUS: ટેસ્ટ શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયાની વધી મુશ્કેલી, વોર્નર બાદ આ ખેલાડી થયો ટીમથી બહાર
કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ શું કરી મોટી જાહેરાત?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)