News: 'રામનું નામ, હનુમાનનું નામ કે હિન્દુ ધર્મ પર BJP ની પેટન્ટ નથી', પૂર્વ કેન્દ્રીય મંત્રીનુ મોટુ નિવેદન
ઉમા ભારતીએ કહ્યું કે, રામનું નામ, હનુમાનનું નામ કે હિન્દુ ધર્મ પર બીજેપીની પેટન્ટ નથી. તેમને જાહેર એ નિવેદનમાં કહ્યું કે, કોઇપણ વ્યક્તિ આના પર આસ્થા રાખે છે કે રાખી શકે છે.
Madhya Pradesh News: બીજેપી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ (Uma Bharti) શુક્રવારે કહ્યું કે, રામનું નામ, હનુમાનનું નામ કે હિન્દુ ધર્મ પર બીજેપીની પેટન્ટ નથી. તેમને જાહેર એ નિવેદનમાં કહ્યું કે, કોઇપણ વ્યક્તિ આના પર આસ્થા રાખે છે કે રાખી શકે છે. અંતર માત્ર એટલુ કે આના પર અમારી આસ્થા રાજકીય લાભ હાનિથી પરે હોય છે. તેમને કહ્યું કે, રામ, તિરંગા, ગંગા અને ગૌ આના પર મારી આસ્થા બીજેપીએ નક્કી નથી કરી. આ વાતોની લાઇન મે ખુદ નક્કી કરી છે, બાકી વાતો પર બીજેપી જે નક્કી કરે છે, તે હું કરુ છું.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ આગળ કહ્યું કે, આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ જશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર હુમલો કરતા તેમને કહ્યું કે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે, તો ભારત તુટેલું ક્યા દેખાય છે. અમે (બીજેપી નીત કેન્દ્ર સરકાર) તો અનુચ્છેદ 370 પણ હટાવી દીધી છે. જો ભારતમાં કોઇ વસ્તુ જોડવાની હોય તો તે પાક અધિકૃત કાશ્મીર (પીઓકે) રાહુલ ગાંધીએ પોતાની આ યાત્રા પીઓકે સુધી લઇ જવી જોઇએ.
'Rahul Gandhi એ પોતે 113 વખત તોડ્યા સુરક્ષાના નિયમો', ગૃહમંત્રીને કોગ્રેસના પત્રનો CRPFએ આપ્યો જવાબ
Rahul Gandhi Security Breach: કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષામાં ભંગને લઈને CRPFએ જવાબ આપ્યો છે. CRPF દ્વારા કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીની સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, અનેક પ્રસંગોએ ખુદ રાહુલ ગાંધી દ્વારા સુરક્ષા સૂચનાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસના પત્રના જવાબમાં CRPFએ કહ્યું છે કે વર્ષ 2020થી અત્યાર સુધી રાહુલ ગાંધીએ 113 વખત સુરક્ષા સૂચનાઓનું ઉલ્લંઘન કર્યું છે. આ સાથે તેમને સમયાંતરે માહિતી પણ આપવામાં આવી છે. કોંગ્રેસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને 'ભારત જોડો યાત્રા'ની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે રાહુલની સુરક્ષા માટે પૂરતા પગલા લેવામાં આવ્યા નથી.
રાહુલે પોતે સુરક્ષા કોર્ડન તોડી નાખ્યો
CRPF એ તેના જવાબમાં કહ્યું છે કે રાહુલ ગાંધી માટે તમામ સુરક્ષા પગલાં જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવ્યા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે કહ્યું કે સુરક્ષા કાર્ય માટે યોગ્ય રીતે ગોઠવણ ત્યારે જ થાય છે જ્યારે સુરક્ષિત વ્યક્તિ પણ માર્ગદર્શિકાનું પાલન કરે. જોકે, રાહુલ ગાંધી પોતે ક્યારેક સુરક્ષા કોર્ડન તોડીને લોકોને મળીને પોતાની સુરક્ષાને જોખમમાં મૂકે છે.