શોધખોળ કરો
જમ્મુઃ બસ સ્ટેન્ડ પર ઉભી રહેલી બસ પર હુમલાખોરોએ ગ્રેનેડ ફેંક્યા, બ્લાસ્ટ થતાં 18 લોકો ઇજાગ્રસ્ત

નવી દિલ્હીઃ ભારે તનાવની વચ્ચે જમ્મુ-કાશ્મીરથી ખરાબ સમાચાર મળી રહ્યાં છે. જમ્મુના બસ સ્ટેન્ડ પર ગ્રેનેડથી હુમલો થયો છે, જેમાં 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, જમ્મુ-કાશ્મીરના જમ્મુના બસ સ્ટેન્ડ નજીક ઉભી રહેલી બસ પર કેટલાક હુમલાખોરોએ ગ્રેનેડ ફેંક્યા હતા, ગ્રેનેડ ફેંક્યા બાદ હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. આ બ્લાસ્ટમાં 18 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના રિપોર્ટ છે.
ગ્રેનેડ હુમલા બાદ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધુ છે અને તપાસ હાથ ધરી છે.J&K: Blast at Jammu bus stand. Injured admitted to hospital.More details awaited pic.twitter.com/9GzfJSeAMo
— ANI (@ANI) March 7, 2019
વધુ વાંચો
Advertisement





















