PM મોદીની સુરક્ષામાં ફરી મોટી ચૂક, મૈસૂરમાં રોડ શો દરમિયાન મહિલાએ ફૂલોની સાથે મોબાઈલ પણ ફેંક્યા
PM Modi Security Lapse: મૈસુરમાં વડાપ્રધાનના રોડ શો દરમિયાન તેમના કાફલા તરફ મોબાઈલ ફેંકવામાં આવતા હોબાળો મચી ગયો હતો. પોલીસે તરત જ ફેંકનારને કસ્ટડીમાં લીધો હતો.
PM Modi Security Lapse: કર્ણાટકના મૈસૂરમાં PM મોદીની સુરક્ષામાં ફરી એકવાર મોટી ભૂલ સામે આવી છે. અહીં વડાપ્રધાનનો રોડ શો ચાલી રહ્યો હતો ત્યારે એક મહિલાએ તેમનો મોબાઈલ તેમની કાર તરફ ફેંકી દીધો હતો. પોલીસે તરત જ કસ્ટડીમાં મહિલાની પૂછપરછ શરૂ કરી.
પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તે બીજેપી કાર્યકર છે અને ભૂલથી આવું થયું. મહિલાએ જણાવ્યું કે તે વડાપ્રધાન તરફ ફૂલ ફેંકી રહી હતી પરંતુ તેણે ધ્યાન ન આપ્યું અને ભૂલથી મોબાઈલ પણ ફૂલ સાથે ગયો.
Karnataka: Mobile phone thrown towards PM Modi during roadshow, police says "no ill intention"
Read @ANI Story | https://t.co/4TaAw4VbsG#PMModi #KarnatakaElections2023 #roadshow #KarnatakaAssemblyElections2023 pic.twitter.com/xnaF6iMuMO— ANI Digital (@ani_digital) April 30, 2023
કોઈ ખરાબ ઈરાદો નથી - પોલીસ
અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP), કાયદો અને વ્યવસ્થા, આલોક કુમારે જણાવ્યું હતું કે ફોન ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યકરનો હતો અને PM મોદી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) સુરક્ષા હેઠળ હતા.
તેમણે કહ્યું, "જે વ્યક્તિએ PMના વાહન પર ફોન ફેંક્યો તેનો કોઈ ખરાબ ઈરાદો નહોતો અને તેણે ઉત્સાહ આ કર્યું. PM SPG સુરક્ષા હેઠળ હતા. ફોન ભાજપના કાર્યકરનો છે. અમે તે વ્યક્તિને શોધી કાઢ્યો છે અને ફોન એસપીજી તરફથી તે વ્યક્તિને સોંપવામાં આવ્યો છે."
મહિલાનું નિવેદન નોંધવામાં આવશે
કર્ણાટક ચૂંટણી અંતર્ગત રવિવારે (30 એપ્રિલ) પીએમ મોદી મૈસૂરમાં રોડ શો કરી રહ્યા હતા. આ દરમિયાન કેઆર સર્કલ પાસે તેમની કાર તરફ મોબાઈલ ફોન ફેંકવાની ઘટના બની હતી. જોકે, આ ફોન કારના બોનેટ સાથે અથડાઈને નીચે પડી ગયો હતો. વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત એસપીજી જવાનોએ ફોન જોયો અને તેની તરફ ઈશારો કર્યો.
ADG કાયદો અને વ્યવસ્થા આલોક કુમારે જણાવ્યું કે PM નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન ફોન ફેંકનાર વ્યક્તિને સોમવારે સવારે નિવેદન રેકોર્ડ કરવા માટે બોલાવવામાં આવ્યો છે.
ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં PM
વડા પ્રધાન કર્ણાટકમાં ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં ભાજપ માટે પ્રચાર કરવા મેદાનમાં છે, જેમાં તેઓ ઘણી ચૂંટણી રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. 13મી મેના રોજ મતગણતરી કરવામાં આવશે.