શોધખોળ કરો
પોલીસને મળી મોટી સફળતા, દાઉદ ઇબ્રાહિમના નજીકના એજાજ લકડાવાલાની ધરપકડ
લકડાવાલા વિરૂદ્ધ મુંબઈ અને રાજધાની દિલ્હીમાં બે ડઝનથી વધારે કેસ નોંધાયેલ છે. જેમાં ખંડણી અને હત્યા જેવા કેસ સામેલ છે.
![પોલીસને મળી મોટી સફળતા, દાઉદ ઇબ્રાહિમના નજીકના એજાજ લકડાવાલાની ધરપકડ big success to police ijaz lakdawala arrest of gangster of dawood ibrahim પોલીસને મળી મોટી સફળતા, દાઉદ ઇબ્રાહિમના નજીકના એજાજ લકડાવાલાની ધરપકડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/09125722/dawood-ibrahim.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પટનાઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સહયોગી એજાજ લકડાવાલાની ધરપકડ કરવામાં આવી છે. લકડાવાલાની ધરપકડ પટના એરપોર્ટ પરથી કરવામાં આવી છે. ધરપકડ બાદ તેને 21 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. એજાજ લકડાવાલા મુબંઈના નામચીન ગેંગસ્ટરોમાં સામેલ હતો. વર્ષ 2003માં એવી અફવા ફેલાઈ હતી કે બેંકોકમાં દાઉદ ગેંગના હુમલામાં તે માર્યો ગયો છે.
જોકે લકડાવાલા આ હુમલામાં બચી ગયો હતો. હુમલા બાદ બેંકોકથી કેનેડા ભાગી ગયો અને છેલ્લાં ઘણાં સમયથી તે ત્યાં જ રહેતો હતો. લકડાવાલા વિરૂદ્ધ મુંબઈ અને રાજધાની દિલ્હીમાં બે ડઝનથી વધારે કેસ નોંધાયેલ છે. જેમાં ખંડણી અને હત્યા જેવા કેસ સામેલ છે.
સૂત્રો અનુસાર, દાઉદ ઇબ્રાહિમ લકડાવાલાથી એટલા માટે નમારાજ હતો કે તેને છોટા રાજન સાથે હાથ મીલાવ્યો હતો. આ પહેલા મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એજાજ લકડાવાલાની દીકરીની ધરપકડ કરવામાં આવી હતી. લકડાવાલાની દીકરીની નકલી ફાસપોર્ટ પર વિદેશ ભાગવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
![પોલીસને મળી મોટી સફળતા, દાઉદ ઇબ્રાહિમના નજીકના એજાજ લકડાવાલાની ધરપકડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/09125730/ijaz-lakdawala.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દેશ
દેશ
આઈપીએલ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)